ખબર

વ્હાઇટમાં હાઉસમાં પણ પહોંચ્યો કોરોના, ટ્રમ્પ અને તેની પત્નીને કોરોના વળગ્યો

હાલ કોરોનાએ સમગ્ર વિશ્વમાં કાળો કહેર મચાવ્યો છે. દરરોજ કોરોનાથી સંક્રમિત લોકોની સંખ્યામાં વધારો થતો જાય છે. અત્યાર સુધી વિશ્વમાં કોરોનાના 34,484,463 કેસ નોંધાય ચુક્યા છે. કોરોનાના સૌથી વધુ કેસ અમેરિકામાં નોંધાયા છે.

 

View this post on Instagram

 

A post shared by President Donald J. Trump (@realdonaldtrump) on

કોરોનાની ઝપેટે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમની પત્ની મેલાનિયા આવી ચુક્યા છે. બંનેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ અંગેની માહિતી ટ્રમ્પએ ટ્વીટરથી આપી હતી.

 

View this post on Instagram

 

A post shared by First Lady Melania Trump (@flotus) on

ટ્રમ્પે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, હોપ હિક્સ, જેણે એકપણ રજા લીધા વગર તનતોડ મહેનતની કામ કરે છે તેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ધી ફર્સ્ટ લેડી અને હું અમારા કોરોના રિપોર્ટની રાહ જોઈ રહ્યા છીએ. આ દરમિયાન અમે ક્વોરેન્ટાઇન થયા છીએ. બીજી તરફ ડોનાલ્ડ ટ્રમ્પના અંગત સલાહકાર હોપ હિક્સનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે

વ્હાઇટ હાઉસે એક નિવેદનમાં કહ્યું છે કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ તેમના અને અમેરિકન લોકો માટે કામ કરતા બધા લોકોના સ્વાસ્થ્ય અને સુરક્ષાને ખૂબ જ ગંભીરતાથી લે છે. જણાવી દઈએ કે, જયારે અમેરિકામાં કોરોનાના 2.77 લાખ કેસ હતા અને 7400થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો હતો ત્યારે માસ્ક પહેરવા અને ના પહેરવાની ચર્ચાએ જોર પકડયું હતું.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.