સામાન્ય જનતાને મોંઘવારીનો વધુ એક ઝાટકો ! રસોઇ ગેસ સિલિન્ડરની કિંમતમાં અધધ રૂપિયાનો વધારો

છેલ્લા ઘણા સમયથી સામાન્ય જનતા મોંઘવારીનો માર સહન કરી રહી છે, ત્યારે લોકોને મોંઘવારીનો વધુ એક ઝાટકો લાગ્યો છે. ઘરેલું ગેસ સિલિન્ડરની કિંમતમાં 50 રૂપિયાનો વધારો થયો છે. મોંઘવારીથી ત્રસ્ત જનતા હવે વધુ એક મોંધવારીનો માર સહન કરશે. ગેસ કંપનીઓએ ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતમાં ધરખમ વધારો કર્યો છે. હવે 14.2 કિલોના ઘરેલુ એલપીજી સિલિન્ડર માટે તમારે 50 રૂપિયા વધુ ચૂકવવા પડશે.

દિલ્હીમાં ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમત 1053 રૂપિયા થશે. જ્યારે પહેલા તેની કિંમત 1003 રૂપિયા હતી. નવી કિંમતો આજથી લાગુ થઈ ગઈ છે. આ સિવાય પાંચ કિલોના ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં પણ વધારો થયો છે. પાંચ કિલોના સિલિન્ડરની કિંમતમાં 18 રૂપિયાનો વધારો નોંધવામાં આવ્યો છે. જોકે, 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં 8.50 રૂપિયાનો ઘટાડો થયો છે.

અન્ય શહેરોમાં ઘરેલું ગેસ સિલિન્ડર (14.2 કિગ્રા)ની કિંમત:-

દિલ્હી- 1,053 રૂપિયા પ્રતિ સિલિન્ડર

મુંબઈ – રૂ. 1,052

કોલકાતા – રૂ. 1,079

ચેન્નાઈ – રૂ. 1,068

તમને જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા જ ઓઈલ ડિસ્ટ્રીબ્યુશન કંપનીઓ દ્વારા કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો. હવે બુધવારે એટલે કે આજે સવારે ઘરેલુ સિલિન્ડરના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. પ્રથમ વખત ઘરેલું સિલિન્ડરની કિંમતમાં વધારો કરવામાં આવ્યો છે જ્યારે કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં ઘટાડો થયો છે.

બુધવારે કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં 9 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. દિલ્હીમાં 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરની કિંમત હવે 2,012 રૂપિયા થઈ ગઈ છે. નવી દિલ્હીમાં 6 જુલાઈ 2022થી ગેસ સિલિન્ડર લાગુ કરવામાં આવ્યા છે.

Shah Jina