જ્યારે પ્લેનમાં થઇ ડોલી ચાયવાલાની એન્ટ્રી તો રૂપસુંદરી એર હોસ્ટેસ પણ થઇ ગઇ ફિદા, આવું આવું કરવા લાગી, જુઓ વીડિયો
નાગપુરના ફેમસ ડોલી ચાયવાલાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચામાં છે. આ ક્લિપમાં ડોલી પ્લેનમાં મુસાફરી કરતો જોવા મળે છે. આ દરમિયાન એર હોસ્ટેસથી લઈને સામાન્ય મુસાફરો સુધી દરેક ડોલી ચાયવાલા સાથે ફોટોગ્રાફ્સ માટે પોઝ આપતા જોઇ શકાય છે. ડોલી પણ તેમની સાથે ફુલ સ્વેગમાં સેલ્ફી લે છે.
જો કે, જ્યારે એક મહિલાએ આ વીડિયો પોસ્ટ કર્યો અને લખ્યું કે- હવે હું ઇન્ડિયન એજ્યુકેશન સિસ્ટમને નફરત કરું છું, (Now I hate Indian Education system )ત્યારે સોશિયલ મીડિયા પર ચર્ચા શરૂ થઈ ગઈ. કેટલાક લોકો લખી રહ્યા છે – ચાયવાલા સેલિબ્રિટી બન્યા પછી તમે શિક્ષણ પ્રણાલીને નફરત કરવા લાગ્યા, જ્યારે ઘણાએ કહ્યું – ઘણા લોકો એવા છે જેઓ બહુ ભણેલા નથી પણ આજે સફળ છે.
આ વીડિયો @divya_gandotra દ્વારા ટ્વિટર પર શેર કરવામાં આવ્યો હતો. જેને મિલિયન્સમાં વ્યૂઝ અને હજારો લાઇક્સ મળી ચુકી છે. જ્યારે સેંકડો યુઝર્સે આ વીડિયો પર પ્રતિક્રિયા આપી છે. તમે ડોલી કી ટપરીનું નામ તો સાંભળ્યું જ હશે, જે આજકાલ સોશિયલ મીડિયામાં ખૂબ હેડલાઇન્સમાં છે.
આ ટપરીનો માલિક ડોલી છે. તાજેતરમાં જ ડોલીએ વિશ્વના સૌથી ધનાઢ્ય વ્યક્તિઓમાંના એક બિલ ગેટ્સને તેની સ્ટાઇલમાં ચા પીરસી હતી, જેના પછી તે વિશ્વ પ્રસિદ્ધ થઈ ગયો. વિશ્વના મોટા ઇન્ફ્લુએન્સરો અને યુટ્યુબર્સ પણ ડોલીના હાથની ચા પીવા પહોંચી રહ્યા છે. આ ઉપરાંત ઘણા સેલેબ્સ પણ ડોલીની ટપરીની મુલાકાત લઇ ચૂક્યા છે.
View this post on Instagram
ઉલ્લેખનીય છે કે ડોલી મહારાષ્ટ્રના નાગપુરનો રહેવાસી છે. તે ઇન્ટરનેટ સેન્સેશન છે જેની ચા પીરસવાની અને બનાવવાની શૈલી સૌથી શાનદાર છે. નાગપુરમાં જ તેની ચાની દુકાન છે, જેને દુનિયા ‘ડોલી કી ટપરી’ના નામથી ઓળખે છે.
Now I hate Indian Education system 🙁 pic.twitter.com/hwLwjt1nX8
— Divya Gandotra Tandon (@divya_gandotra) March 25, 2024