બિલ ગેટ્સને મળ્યા બાદ માલદીવ ફરવા નીકળ્યો ડોલી ચાયવાલા, દબંગ સલમાન ખાનના ભાઇ સાથે કરી મુલાકાત…જુઓ તસવીરો અને વીડિયો

ડોલી ચાયવાલા વાળો ગયો માલદીપ ટ્રિપ પર, બોલીવુડના હસ્તી ખાન પણ સાથે આવ્યો નજર, જુઓ તસવીરો નીચે

ડોલી ચાયવાલાને હવે કોઈ ઓળખની જરૂર નથી. ડોલી દેશમાં જ નહીં પણ વિદેશમાં પણ ફેમસ થઈ ગયો છે. બિલ ગેટ્સને ચા પીવડાવી ચર્ચામાં આવેલ ડોલી ચાયવાલાના ચાહકોની સંખ્યામાં પણ ખૂબ વધારો થયો છે. હાલમાં ડોલી માલદીવના પ્રવાસે છે. ડોલી ચાયવાલાએ માલદીવમાંથી તેના ચાહકો સાથે કેટલીક તસવીરો પણ શેર કરી છે અને સાથે સાથે એક વીડિયો પણ શેર કર્યો છે.

ડોલી ચાયવાલાની માલદીવની તસવીરો અને વીડિયો ખૂબ વાયરલ થઇ રહ્યા છે. વિશ્વના સૌથી અમીર વ્યક્તિઓમાંના એક એવા બિલ ગેટ્સ પણ ડોલી ચાયવાલાની ટપરી પર પહોંચ્યા હતા. તેમણે ડોલીની ટપરી પર ચા પીધી અને તેની સાથે ફોટો પણ ક્લિક કરાવ્યો. બિલ ગેટ્સને ચા પીવડાવ્યા બાદ ડોલી રાતોરાત આખા દેશ અને દુનિયામાં ફેમસ થઈ ગયો. માલદીવથી પણ ડોલી ચાયવાલાની ઘણી તસવીરો સામે આવી છે, જેમાં તે અલગ અલગ લોકો સાથે પોઝ આપતો જોવા મળે છે.

આ ઉપરાંત તેણે સલમાન ખાનના ભાઇ સોહેલ ખાન સાથે પણ તસવીર ક્લિક કરાવી હતી, જે પણ તેણે ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી તસવીરો પર લોકો પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. ટ્વિટર પર @alameershujau નામના એકાઉન્ટથી કેટલીક તસવીરો શેર કરવામાં આવી છે અને આ સાથે કેપ્શન લખ્યું છે, “માલદીવ્સમાં આપનું સ્વાગત છે.”

આ તસવીરોમાં ડોલી ચાયવાલા પોઝ આપતો જોવા મળી રહ્યો છે.આ પહેલા ડોલી ચાયવાલાનો એક વીડિયો પણ વાયરલ થયો હતો, જેમાં તે ફ્લાઈટમાં એર હોસ્ટેસ સાથે ફોટો પડાવતો જોવા મળ્યો હતો. ડોલી નાગપુરમાં ચાનો સ્ટોલ ચલાવે છે પરંતુ તે કોઈ સેલિબ્રિટીથી ઓછો નથી. ડોલીનું અસલી નામ સુનીલ પાટીલ છે, જે 17 વર્ષથી ચા વેચે છે.

વાસ્તવમાં તેની એક્સ ગર્લફ્રેન્ડ તેને આ ડોલી નામથી બોલાવતી હતી પરંતુ હવે તે આ નામથી ફેમસ થઇ ગયો છે. બોલિવૂડ સેલેબ્સથી લઈને માઈક્રોસોફ્ટના કોફાઉન્ડર બિલ ગેટ્સે પણ તેની ચા પીધી છે. અનંત અંબાણીના લગ્ન માટે ભારત આવેલ બિલ ગેટ્સની ટીમે ડોલીને ખાસ કરીને હૈદરાબાદ બોલાવીને શૂટિંગ કર્યું હતું.

દક્ષિણ ભારતીય ફિલ્મો અને કલાકારોથી પ્રેરિત થઈને ડોલીએ ચા વેચવાની અનોખી રીત બનાવી હતી. એટલું જ નહીં, તેણે કેપ્ટન જેસ સ્પેરોથી પ્રેરિત થઇ ડ્રેસિંગ સ્ટાઈલ અપનાવી છે. લોકો ડોલીની ટપરી પાસે માત્ર ચા પીવા માટે જ નહીં પરંતુ ફોટોગ્રાફ લેવા અને ઓટોગ્રાફ લેવા પણ આવે છે. ડોલી કહે છે કે હવે તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પોતાની બનાવેલી ચા પીવડાવવા ઈચ્છે છે.

 

View this post on Instagram

 

A post shared by D🫖LLY (@dolly_ki_tapri_nagpur)

Shah Jina