બિલ ગેટ્સ સાથે લોકોને અનોખા સ્ટાઇલમાં ચા પીવડાવનારો ડોલી ચાયવાળો બુર્જ ખલીફાના ટોપ પર પીતો જોવા મળ્યો કોફી, વીડિયો વાયરલ

બુર્જ ખલીફાના ટોપ પર કોફીની મજા માણવા માટે પહોંચ્યો ડોલી ચાયવાળો, વીડિયોએ મચાવી ધમાલ, જુઓ

Dolly Chaiwala Enjoying Coffee At Burj Khalifa : છેલ્લા થોડા સમયથી ડોલી ચાયવાલા ખુબ જ ફેમસ બની ગયો છે. તેની ચા બનાવવાની અનોખી સ્ટાઇલ જોઈને લોકો તેના ફેન બની રહ્યા છે અને ખુદ દુનિયાના સૌથી ધનવાન વ્યક્તિ બોલ ગેટ્સ પણ ડોલીને ત્યાં ચા પીવા ગયા હતા. જેના બાદ તો તેની લોકપ્રિયતા ખુબ જ વધી ગઈ છે. ડોલી ચાયવાલાએ ગયા અઠવાડિયે દુબઈની મુલાકાત લીધી હતી અને બુર્જ ખલીફા ખાતે કોફીના કપનો આનંદ લીધો હતો.

ઈન્સ્ટાગ્રામ પર, ડોલીએ તેની દુબઈ ટ્રીપનો એક વીડિયો શેર કર્યો જે વાયરલ થઈ રહ્યો છે કારણ કે તેણે તેને કેપ્શન આપ્યું છે, “કોફી પીવા બુર્જ ખલીફાની ટોચ પર ગયો.” વીડિયોમાં જોઈ શકાય છે કે, ડોલી લક્ઝુરિયસ કારમાં બુર્જ ખલીફા પહોંચ્યો, જ્યાં અધિકારીઓ અને અન્ય ઘણા પ્રભાવશાળી લોકોએ તેનું સ્વાગત કર્યું.

અન્ય લોકો સાથે, ડોલીને બુર્જ ખલીફાના 148મા માળે લઈ જવામાં આવ્યો. જ્યાંથી તેણે માત્ર નજારો જ નહીં પરંતુ કોફી કપ અને કૂકીઝનો આનંદ પણ માણ્યો. ડોલી ચાયવાલાના આ વીડિયોને 10 લાખથી વધુ લાઈક્સ અને 13 મિલિયન વ્યૂઝ મળ્યા છે. ઘણા યુઝર્સે તેના આ વીડિયો પર કોમેન્ટ પણ કરી છે.

તમને જણાવી દઈએ કે બિલ ગેટ્સને તેમની ટપરી પર ચા પીરસ્યા બાદ તે વધુ પ્રખ્યાત થઈ ગયો છે. આ વર્ષે ફેબ્રુઆરીમાં બિલ ગેટ્સે તેમની ભારત મુલાકાત દરમિયાન તેમની ટપરીની મુલાકાત લીધી હતી. વીડિયોમાં ડોલી બિલ ગેટ્સને ચા પીરસતો જોવા મળી રહ્યો હતો. પછી તેણે કહ્યું કે તેને બિલકુલ ખ્યાલ નથી કે તે કોણ છે. તેણે વિચાર્યું કે તે કોઈ વિદેશીને ચા પીરસે છે.

 

View this post on Instagram

 

A post shared by D🫖LLY (@dolly_ki_tapri_nagpur)

Niraj Patel