રોડ ઉપર થયો અચાનક નોટોનો વરસાદ, લોકો ગાડીઓ ઉભી રાખી અને લૂંટવા લાગી ગયા, જુઓ વીડિયો

“પૈસા ઝાડ ઉપર નથી લાગતા” આ કહેવત આપણે ઘણીવાર સાંભળી હશે. અને વાત પણ સાચી જ છે, પૈસા કમાવવા માટે ખુબ જ મહેનત કરવી પડે છે, પરંતુ જો કોઈ મહેનત કર્યા વગર જ તમને લાખો રૂપિયા રસ્તાની ઉપર જ પડેલા મળી જાય તો ? અચાનક તમે ગાડી લઈને રોડ ઉપર નીકળ્યા હોય અને નોટોનો વરસાદ થયા તો ? આ વાત આમ તો મુંગેરી લાલના હસીન સપના જેવી લાગે પરંતુ હાલ આવી જ એક ઘટના જોવા મળી છે.

રોડ ઉપર નોટો ઉડવાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે, જેમાં જોવા મળી રહ્યું છે કે રસ્તા ઉપર બહુ જ બધી ચલણી નોટો પડી છે. રોડ ઉપરથી પસાર થતા લોકો પોતાના વાહન ઉભી રાખી અને ખુશી ખુશી આ નોટોને ઉઠાવી રહ્યા છે. ઘણા લોકો આ ચલણી નોટોને ઉઠાવીને નાચી રહ્યા છે, તો કોઈ નોટોના ઢગલા પણ બતાવી રહ્યું છે.

આ ઘટના બની છે સંયુક્ત રાજ્ય અમેરિકાના દક્ષિણી કેલિફોર્નિયા ફ્રીવેમાં. જ્યાં ગત શુક્વારના રોજ એક બખ્તરબંધ ટ્રકમાંથી પૈસા ભરેલી બેગ નીચે પડી ગઈ. જેના બાદ આ રોકડ રકમ લૂંટવા માટે લોકોની હોડ મચી ગઈ. આ નોટો લૂંટવામાં હાથાપાઈ પણ થઇ. મીડિયા રિપોર્ટ અનુસાર આ ઘટના શુક્વારે સવારે 9:15 કલાકની છે. જ્યાં ટ્રક સેન ડિએગોથી ફેડરલ ડિપોઝીટ ઇન્શ્યોરન્સ કોર્પના કાર્યાલય જઈ રહી હતી.

 

View this post on Instagram

 

A post shared by DEMI BAGBY (@demibagby)

આ ટ્રકમાં ઘણા બેગ તૂટેલા હતા. જેના કારણે રોડ ઉપર જ તે વેર વિખેર થઇ ગયા અને રસ્તા ઉપર જ નોટોનો  વરસાદ થવા લાગ્યો હતો. હવે તેનો વીડિયો વાયરલ થઇ હર્યો છે. વાયરલ થયેલા વીડિયોમાં લોકો પૈસા લૂંટતા જોવા મળી રહ્યા છે. આ નોટોમાં એક ડોલર અને 20 ડોલરની નોટ હતી. અધિકારીઓ દ્વારા આ નોટને પરત સોંપવા પણ વિનંતી કરવામાં આવી છે.

Niraj Patel