બાઈક ઉપર હેલ્મેટ પહેરીને બેઠેલા આ શ્વાને સોશિયલ મીડિયામાં તહેલકો મચાવ્યો, લોકોએ વીડિયો જોઈને કહ્યું, “શીખો કઈ આની પાસેથી..” જુઓ તમે પણ

સોશિયલ મીડિયા પર દરરોજ કોઈને કોઈ વિચિત્ર વીડિયો જોવા મળે છે. એક રીતે જોઈએ તો ઈન્ટરનેટ એ અદ્ભુત અને વિચિત્ર વીડિયોનો ખજાનો છે. આવો જ એક વિચિત્ર વીડિયો આ દિવસોમાં ઇન્ટરનેટ પર સામે આવ્યો છે. આ વીડિયોમાં એક સુંદર નાનો શ્વાન બાઇક પાછળ બેઠેલો જોવા મળે છે. સૌથી મહત્વની વાત એ છે કે ડોગી બાઇક પર હેલ્મેટ પહેરીને બેઠો છે અને લોકોને પણ એક સરસ મેસેજ તેના દ્વારા આપે છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે એક બાઇક રોડ પર જઈ રહી છે. એક માણસ આ બાઇક ચલાવી રહ્યો છે. વ્યક્તિની પાછળ એક શ્વાન બેઠો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે વ્યક્તિ હેલ્મેટ પહેરીને બાઇક ચલાવી રહ્યો છે, પરંતુ સૌથી મહત્વની વાત એ છે કે હેલ્મેટ પહેરેલી વ્યક્તિની સાથે શ્વાન પણ માણસની જેમ જ બાઇક પર બેઠો છે. ડોગી પોતાની સુરક્ષા માટે આ હેલ્મેટ પહેરે છે. આ જોઈને સોશિયલ મીડિયા યુઝર્સ ખુશ થઈ ગયા છે.

વીડિયોમાં ડોગી એક રીતે સમાજને સંદેશ પણ આપી રહ્યો છે. આ કાળા રંગનો શ્વાન ઈન્ટરનેટ પર જોરદાર રીતે જોવામાં અને સર્ચ કરવામાં આવી રહ્યો છે. વીડિયો અનુસાર, બાઇક ચલાવી રહેલા વ્યક્તિની પાછળ બેઠેલો શ્વાન તેનો પાલતુ છે. તે વ્યક્તિના ખભા પર પોતાના આગળના બંને પગ રાખીને ખૂબ જ સુંદર રીતે બેઠો છે. જો તમે પહેલી નજરે જોશો તો તમને લાગશે કે પુરુષની પાછળ કોઈ વ્યક્તિ કે મહિલા હેલ્મેટ પહેરીને બાઇક પર બેઠી છે. જો કે, જ્યારે કેમેરા નજીક જાય છે, ત્યારે ખબર પડે છે કે તે એક ડોગી છે.

આ જબરદસ્ત વીડિયો IPS ઓફિસર રુપિન શર્માએ પોતાના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પર શેર કર્યો છે. આ સાથે તેણે કેપ્શનમાં લખ્યું, ‘ક્યૂટ’. વીડિયોને જોઈને સોશિયલ મીડિયા યુઝર્સ અલગ-અલગ રીતે કોમેન્ટ કરી રહ્યા છે. કેટલાક લોકો મનુષ્યોને આ શ્વાન પાસેથી શીખવાની સલાહ પણ આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું, ‘માનવો હેલ્મેટ પહેરો, શ્વાન પણ તેને પહેરીને બાઇક પર બેઠો છે’.

Niraj Patel