ખરેખર આ વ્યક્તિની માનવતાને સો સો સલામ… JCBથી ખાડામાં પડી ગયેલા શ્વાનને કાઢ્યું બહાર.. વીડિયો જોઈને તમે પણ નતમસ્તક થઇ જશો

અજાણતા ઊંડા ખાડાની અંદર પડી ગયું શ્વાન, બહાર નીકળવા માટે કર્યા મરણીયા પ્રયાસ, છતાં પણ બહાર ના નીકળ્યું, આખરે ભગવાન બનીને આવ્યું JCB… જુઓ વીડિયો

ઇન્ટરનેટ પર રોજ ઘણા બધા વીડિયો વાયરલ થતા હોય છે. આ વાયરલ વીડિયોમાં ઘણી બધી એવી એવી ઘટનાઓ જોવા મળતી હોય છે કે જેને જોઈને લોકો પણ હેરાન રહી જતા હોય છે. સોશિયલ મીડિયામાં માનવતાને વ્યક્ત કરતા પણ ઘણા બધા વીડિયો સામે આવતા રહે છે. ત્યારે હાલ એવો જ એક વીડિયો લોકોના દિલ જીતી રહ્યો છે.

વાયરલ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે એક શ્વાન અજાણતા જ ઊંડા ખાડામાં પડી ગયું. તેણે ખાડામાંથી બહાર નીકળવાનો ખૂબ પ્રયાસ કર્યો, પરંતુ માટી નાજુક હતી તેથી તે તેને પકડી શક્યો નહીં. આવી સ્થિતિમાં, જેમ તે ઉપર ચઢવાનો પ્રયાસ કરે છે, તે તરત જ લપસીને નીચે આવી જાય છે.

બાદમાં તેને બચાવવા માટે જેસીબીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. વાયરલ ક્લિપમાં જોઈ શકાય છે કે જેસીબીનો ડ્રાઈવર મશીનના પીળા પંજાની મદદથી શ્વાનને ઉપાડવાનો પ્રયાસ કરી રહ્યો છે. પરંતુ શ્વાન પહેલા તો તેનાથી ડરે છે. તે તેની પાસેથી ભાગી જાય છે. પરંતુ એકવાર તે ખાડામાં ફરી જાય પછી તે ચૂપચાપ જેસીબીના પંજામાં બેસી જાય છે. પછી ડ્રાઈવર કાળજીપૂર્વક તેને બહાર લાવે છે.

આ વિડિયો ટ્વિટર હેન્ડલ @TheFigen_ દ્વારા 25 માર્ચે “બચાવ…” કૅપ્શન સાથે ફરીથી પોસ્ટ કરવામાં આવ્યો હતો. આ વીડિયોને અત્યાર સુધી લાખો લોકો જોઈ ચુક્યા છે અને સેંકડો લોકોએ પ્રતિસાદ આપ્યો છે. એક વ્યક્તિએ લખ્યું કે “હવે આ શ્વાન ક્યારેય ખાડો ખોદશે નહીં.” બીજાએ લખ્યું  “જેસીબી વાળા વ્યક્તિએ સારું કામ કર્યું. એ જ રીતે અન્ય યુઝર્સે પણ શ્વાનને બચાવનાર વ્યક્તિની પ્રશંસા કરી હતી.

Niraj Patel