હે ભગવાન…. બાલાસિનોરની આ હોસ્પિટલ વાળાએ પથરીનું ઓપરેશન કરાવવા આવેલા દર્દીની કિડની કાઢી લીધી, પછી કોર્ટે કર્યો મોટો આદેશ

દેશભરમાંથી અંગ ચોરીના ઘણા કિસ્સાઓ અવાર નવાર સામે આવતા હોય છે, ત્યારે હાલ એક કિસ્સો ગુજરાતમમાંથી પણ સામે આવ્યો છે, જેમાં પથરીનું ઓપરેશન કરાવવા માટે ગયેલા એક દર્દીની કિડની કાઢી લેવામાં આવી હતી. જેના બાદ ગુજરાત રાજ્ય ઉપભોક્તા  વિવાદ નિવારણ આયોગ દ્વારા હોસ્પિટલ ઉપર 11.23 લાખ રૂપિયાનો દંડ લગાવવામાં આવ્યો છે. (અહીં તમામ તસવીરો પ્રતીકાત્મક છે.)

(હોસ્પિટલ/ફાઈલ તસવીર)

આ મામલો બાલાસિનોરની કે.એમ.જી. જનરલ હોસ્પિટલમાંથી સામે આવ્યો છે. હોસ્પિટલને આ દંડ તેમની લાપરવાહી માટે લગાવવામાં આવ્યો છે, જેમાં સર્જરી કરાવવા માટે આવેલા દર્દીની પથરી કાઢવાની જગ્યાએ કિડની કાઢી લેવામાં આવી. આ ઘટનાના ચાર મહિના બાદ જ દર્દીનું મોત થઇ ગયું હતું.

આ બાબતે મળી રહેલી વધુ માહિતી અનુસાર ખેડા જિલ્લાના વાંઘરોલીમાં રહેવા વાળા દેવેન્દ્રભાઈ રાવલની પીઠમાં સખ્ત દુખાવો હતો અને પેશાબ નીકળવામાં પણ તકલીફ થતી હતી. તેમને બાલાસિનોરમાં આવેલા કેએમજી જનરલ હોસ્પિટલના ડોક્ટર શિવુભાઇ પટેલને બતાવ્યું.  જેના બાદ મે 2011માં તેમની ડાબી કિડનીમાં 14 એમએમની પથરી હોવાનું માલુમ પડ્યું હતું.

(પ્રતીકાત્મક તસવીર)

આજ હોસ્પિટલમાં તેમની સર્જરી 3 ડિસેમ્બર 2011ના રોજ કરવામાં આવી. સર્જરી બાદ પરિવારજનોને હેરાની ત્યારે થઇ જયારે કહેવામાં આવ્યું કે પથરીની જગ્યાએ કિડની કાઢી લેવામાં આવી છે. ડોકટરે પરિવારને એમ પણ કહયું કે દર્દીનો જીવ બચાવવા માટે કિડની કાઢવી જરૂરી હતી.

જયારે  દેવેન્દ્રભાઈને પેશાબમાં વધારે તકલીફ થવા લાગી ત્યારે તેમને નડિયાદની કિડની હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા. ત્યાં પણ તેમની હાલત વધુ બગડતા તેમને અમદાવાદ IKDRC લાવવામાં આવ્યા. કિડનીની આ બધી તકલીફો બાદ તેમને છેલ્લે 8 જાન્યુઆરી 2012ના રોજ દમ તોડી દીધો.

(હોસ્પિટલ/ફાઈલ તસવીર)

જેના બાદ દેવેન્દ્રભાઈની પત્ની મીનાબેને નડિયાદ ઉપભોક્તા ફોરમમાં મામલો દાખલ કરાવ્યો હતો. તેમને આ બાબતે હોસ્પિટલને જવાબદાર ગણાવી હતી, જેના બાદ હાલ આ  મામલાનો  ચુકાદો આપ્યો છે સાથે કોર્ટે હોસ્પિટલને મૃતક દર્દીના સંબંધીને દાખલ કર્યાના વર્ષ 2012થી 7.5 ટકાના વ્યાજ સાથે વળતરની રકમ ચૂકવવા આદેશ કર્યો છે.

Niraj Patel