“જયારે એજ નથી રહ્યા, ત્યારે હું જીવીને શું કરીશ ?” ડોક્ટર પતિના મોતના 1 કલાક બાદ જ પત્નીએ પણ જીવન ટૂંકાવ્યું

દેશભરમાં આપઘાતના ઘણા મામલાઓ સતત સામે આવી રહ્યા છે, ઘણા લોકો આર્થિક તંગીના કારણે પોતાનો જીવ આપી દેતા હોય છે તો કોઈ પારિવારિક ઝઘડામાં પોતાનો જીવ આપી દેતા હોય છે. ઘણીવાર પ્રેમ પ્રસંગોમાં પણ આપઘાત કરી લેવાના કિસ્સાઓ સામે આવતા રહે છે, પરંતુ હાલ જે મામલો સામે આવ્યો છે તેને સૌના હોશ ઉડાવી દીધા છે.

એક પત્ની પોતાના પતિનું મોત સહન ના કરી શકી અને પતિના મોતના 1 કલાક બાદ જ પોતે પણ આપઘાત કરીને જીવન ટૂંકાવી દીધું. આ મામલો સામે આવ્યો છે રાજધાની ભોપાલમાંથી. જ્યાં એક ડોક્ટરના મોતથી વ્યથિત પત્નીએ આત્મહત્યા કરી લીધી. બ્રેઈન હેમરેજના કારણે પતિના મૃત્યુ બાદ પત્નીએ કહ્યું કે “આ દુનિયામાં મારું કોઈ નથી. હું આત્મહત્યા કરવા ભદભદા જાઉં છું” જેના બાદ તેને મોતની છલાંગ લગાવી દીધી હતી. પતિ-પત્ની બંનેની અર્થીઓ વારાફરથી ઉઠી હતી. આ મામલામાં હવે કમલા નગર પોલીસ તપાસ કરી રહી છે.

ચુના ભટ્ટી જાનકી નગરમાં રહેતા 47 વર્ષીય ડોક્ટર પરાગ અને જબલપુરની 47 વર્ષીય પ્રીતિના લગ્ન ચાર વર્ષ પહેલા થયા હતા. પરાગ ડેન્ટિસ્ટ પાઠક ભાભા મેડિકલ કોલેજમાં પ્રોફેસર હતા. તો પ્રીતિ કરોંદની નરુલા કોલેજમાં આસિસ્ટન્ટ પ્રોફેસર હતી. બંનેને સંતાન નહોતું. 28 એપ્રિલે ડૉક્ટર પરાગની તબિયત અચાનક બગડી હતી. તેમની પ્રોફેસર પત્ની 44 વર્ષીય પ્રીતિ નેશનલ હોસ્પિટલ પહોંચી.

ડૉક્ટરોએ જણાવ્યું કે ડૉ.પરાગને બ્રેઈન હેમરેજ છે. જેના કારણે સ્થિતિ નાજુક છે. બીજા દિવસે ડો.પરાગે સર્જરી કરાવી. 2 મેના રોજ રાત્રે 2 વાગ્યે પરાગની સારવાર કરી રહેલા ડોક્ટરે પત્નીને જણાવ્યું કે તેના પતિનું મૃત્યુ થયું છે. આ સાંભળીને તેણે પ્રીતિના મોટા ભાઈઓ અને પરિવારના સભ્યોને બોલાવ્યા. જેઓ હોસ્પિટલ જવા રવાના થયા હતા.

આ દરમિયાન પ્રીતિએ ડૉક્ટરને કહ્યુ કે જીવવાનો હવે કોઈ હેતુ નથી. હું આત્મહત્યા કરવા ભદભદા બ્રિજ પર જાઉં છું અને કાર લઈને નીકળી ગઈ હતી. ડૉક્ટરે તરત જ પ્રીતિના ભાઈઓને જાણ કરી. પરંતુ તે ભદભદા પહોંચ્યા ત્યાં સુધીમાં પ્રીતિએ તળાવમાં ઝંપલાવ્યું હતું. માહિતી બાદ ગોતાખોરો અને પોલીસે લાશને બહાર કાઢી હતી.

Niraj Patel