ગજબના લોકો છે આપણા દેશમાં, આ ભાઈને બે વાર કરડ્યો કિંગ કોબરા તો સાપને થેલીમાં બંધ કરીને લઈ આવ્યો હોસ્પિટલ, જે થયું એ જોઈને… જુઓ વીડિયો

ઝરી સાપ કરવડવાના કારણે ઘણા લોકો મોતને ભેટતા હોય છે, અને તેમાં પણ જો કિંગ કોબ્રા કોઈને ડંખ મારે તો માણસનું બચવું લગભગ અશક્ય બની જતું હોય છે. કિંગ કોબ્રા વિશ્વના સૌથી ખતરનાક સાપમાંથી એક છે. ભારતમાં કિંગ કોબ્રા સામાન્ય રીતે જંગલ વિસ્તારોની આસપાસ રહેણાંક વિસ્તારોમાં જોવા મળે છે. તેઓ અત્યંત ઝેરી હોય છે અને ડંખ માર્યાની 15-20 મિનિટની અંદર વ્યક્તિને મારી શકે છે.

ત્યારે હાલ વાયરલ થઇ રહેલા એક વીડિયોમાં એક નશામાં ધૂત વ્યક્તિ દાવો કરે છે કે તેને કિંગ કોબ્રાએ ડંખ માર્યો અને સાપ મોતને ભેટ્યો. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઈ રહ્યો છે. જો કે હજુ સુધી કોઈએ તેની પુષ્ટિ કરી નથી. આ મામલો ઉત્તર પ્રદેશના કુશીનગરનો છે. જ્યાંની જિલ્લા હોસ્પિટલના ઈમરજન્સી વોર્ડમાં એક વ્યક્તિ વિચિત્ર ફરિયાદ લઈને પહોંચ્યો. તેણે દાવો કર્યો કે એક કિંગ કોબ્રાએ તેને તેના શરીર પર બે વાર ડંખ માર્યો અને માણસને બદલે સાપ જલ્દી મરી ગયો.

આ વાત સાબિત કરવા માટે તે વ્યક્તિ પોલીથીનમાં મરેલા સાપને પણ પોતાની સાથે હોસ્પિટલમાં લાવ્યો હતો. વીડિયોના બેકગ્રાઉન્ડમાં સાંભળી શકાય છે કે તેણે ડોક્ટરોને કહ્યું કે તેને રસ્તામાં કિંગ કોબ્રા સાપે ડંખ માર્યો અને તેનું મોત થઈ ગયું. મને એક ઇન્જેક્શન લગાવી દો. ઇન્સ્ટાગ્રામ પર એક મેમ પેજ દ્વારા એક વિડિયો શેર કરવામાં આવ્યો હતો, જેમાં તે વ્યક્તિ ડોકટરો સાથે વાત કરતી વખતે દારૂના નશામાં હોસ્પિટલના બેડ પર બેઠેલો જોઈ શકાય છે.

 

View this post on Instagram

 

A post shared by Shivam Kashyap (@kashyap_memer)

તે વ્યક્તિએ તેના પગમાં સાપનો ડંખ બતાવ્યો અને ડોક્ટરોને તેને જરૂરી સારવાર આપવા કહ્યું. હજારો વ્યુઝ અને લાઈક્સ સાથે વાઈરલ થયેલા આ વીડિયોને નેટીઝન્સ સ્તબ્ધ થઈ ગયા. એટલું જ નહીં, ઘણા લોકોએ તેમના પ્રતિભાવમાં રમૂજી ટિપ્પણીઓ કરી. જો કે ગુજ્જુરોક્સ આ વીડિયોની સત્યતાની પુષ્ટિ નથી કરતું.

Niraj Patel