ખબર

જૂનાગઢમાં 2 દર્દીઓ પોઝિટિવ આવ્યાના સમાચાર બાદ આવ્યા બીજા ખરાબ સમાચાર- આ કારણે તંત્રમાં હડકંપ મચ્યો, લોકોમાં ચિંતા વધી

દુનિયાભરમાં ફેલાયેલો કોરોના વાયરસ આપણમાં દેશમાં પણ ફેલાયો અને આપણા ગુજરાતમાં પણ આ વાયરસનો મોટો પ્રકોપ જોવા મળ્યો. ગુજરાતના ઘણા જિલ્લાઓ આ વગયરસથી સંક્રમિત થયા અને મોટાભાગના જિલ્લામાંથી રોજ બરોજ નવા કેસ સામે આવતા હતા, ગુજરાતમાં ગણ્યાગાંઠ્યા જિલ્લાઓ એવા હતા જેમાં હજુ સુધી કોરોના પ્રવેશ્યો નહોતો, જેમાંથી એક જૂનાગઢ પણ હતો અને ત્યારબાદ જૂનાગઢમાંથી પણ બે કેસ પોઝિટિવ આવતા ખળભળાટ મચ્યો હતો.

Image Source

હવે બીજા એક સમાચારે વધુ ખળભળાટ મચાવી દીધો છે. જુનગઢમાં એક સાથે 5 રેસિડેન્સલ ડોકટરોએ રાજીનામાં આપ્યાના સમાચારથી ખળભળાટ મચ્યો છે.

Image Source

પ્રાપ્ત માહિતી અનુસાર જૂનાગઢમાં ગઈકાલે પહેલીવાર બે લોકો પોઝિટિવ મળી આવતા જિલ્લામાં તંત્ર દોડતું થયું હતું, અને આ વચ્ચે જ 5 ડોક્ટરોએ રાજીનામાં ધરી દીધા છે.જેના બાદ હડકમ્પ મચી ગયો છે. જૂનાગઢના સરકારી હોસ્પિટલના ડોકટરોએ રાજીનામાં આપ્યા છે. આ 5 રાજીનામાં એક સાથે જ આવતા આરોગ્યતંત્રની કામગીરી ઉપર પણ મોટા સવાલો ઉભા થયા છે.

Image Source

આ પાંચ ડોકટરોને ગાંધીનગર ડેપ્યુટેશન ઉપર જવાનો આદેશ આવ્યો હતો, જેના બાદ ડોક્ટરોને પણ કોરોના વાયરસનો ચેપ લાગવાનો ખતરો સતાવત તેમને રાજીનામાં આપ્યા હોવાનું સામે આવ્યું છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.