એક્ટ્રેસ-ડાયરેક્ટર દિવ્યા ખોસલા કુમાર બોલિવૂડમાં ખૂબ જ પ્રખ્યાત નામ છે. તેણે ઘણા આલ્બમ્સમાં કામ કર્યું છે અને ફિલ્મોનું નિર્દેશન પણ કર્યું છે. તાજેતરમાં જ દિવ્યા ખોસલા કુમારની માતાએ આ દુનિયાને અલવિદા કહી દીધું હતુ. ત્યારે દિવ્યા માતાના ગયા પછી ભાંગી પડી છે. તેણે સોશિયલ મીડિયાના માધ્યમથી ચાહકોને પોતાની લાગણી પણ જણાવી હતી. ત્યારે હાલમાં જ તે કેટલાક દિવસ પહેલા એરપોર્ટ પર જોવા મળી હતી અને આ દરમિયાન તે ફ્લોરલ પ્રિન્ટેડ ડ્રેસમાં હતી.
માતાના નિધન બાદ કામ પર પરત ફરી દિવ્યા
જો કે, આ દરમિયાન દિવ્યાનો ચહેરો ઘણો ઉદાસ જોવા મળ્યો હતો. ત્યારે હાલમાં જ ફરી એકવાર દિવ્યાને સ્પોટ કરવામાં આવી, આ દરમિયાન તે પિંક ટોપ અને વ્હાઇટ ટ્રાઉઝરમાં જોવા મળી હતી અને તેના હાથમાં મહેંદી પણ જોવા મળી હતી. ઉલ્લેખનીય છે કે, આ વીડિયો શેર કરતા વુમપ્લા નામના પેજે કેપ્શનમાં બેક ટુ વર્ક લખ્યુ હતુ અને કેપ્શન પરથી એ પણ જાણવા મળે છે કે આ વીડિયો મહેબૂબ સ્ટુ઼ડિયોનો છે, જ્યાં દિવ્યા સ્પોટ થઇ હતી.
થોડા સમય પહેલા યારિયા 2ને લઇને આપી હતી ચાહકોને જાણકારી
તમને જણાવી દઈએ કે થોડા સમય પહેલા જ દિવ્યા ખોસલા કુમારે તેની મોસ્ટ અવેટેડ સિક્વલ ‘યારિયાં 2’ ના શૂટિંગ વિશે માહિતી આપી હતી. તેણે તેના ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરી હતી અને લખ્યું હતું કે ફિલ્મનું શૂટિંગ યુકેમાં કરવામાં આવશે. ઇન્સ્ટાગ્રામ પર તેના રોકાણનો ફોટો શેર કરતા તેણે લખ્યું, “મારી પાસે અદ્ભુત ફોલોઅર્સ છે જેઓ મારા વિશે બધું જ જાણે છે. જ્યારે મેં મારી છેલ્લી પોસ્ટમાં પૂછ્યું કે… હું ક્યાં છું… તમારામાંથી મોટાભાગના લોકો આ પહેલાથી જ જાણતા હતા. હા હું એક ફિલ્મ માટે યુકેમાં છું જે મારા હૃદયની ખૂબ જ નજીક છે.
7 વર્ષ બાદ કરી રહી છે કમબેક
તેને તમારા બધા પ્રેમ અને આશીર્વાદની જરૂર છે અને તમારી સાથે શેર કરવા માટે રાહ જોઈ શકતી નથી. પ્રેમ પ્રેમ પ્રેમ.. યારિયા 2 આ વર્ષે 20 ઓક્ટોબરે રીલિઝ થવાની છે. આ ફિલ્મથી દિવ્યા સાત વર્ષ બાદ એક ડાયરેક્ટર તરીકે કમબેક રહી છે. ફિલ્મમાં મિઝાન ઝાફરી, વરીના હુસૈન, અનસવારા રાજન, પર્લ વી પુરી અને પ્રિયા પ્રકાશ વારિયર પણ છે. દિવ્યાએ છેલ્લે વર્ષ 2016માં સનમ રે ફિલ્મ ડાયરેક્ટ કરી હતી, જેમાં પુલકિત સમ્રાટ, યામી ગૌતમ અને ઉર્વશી રૌતેલા મુખ્ય ભૂમિકામાં હતા.
View this post on Instagram