તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા : આખરે મળી ગઇ નવી દયાભાભી ! વીડિયો જોઇ જેઠાલાલ પણ ખાઇ જશે ધોખો

“તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” શો છેલ્લા 13 વર્ષથી દર્શકોનું ભરપૂર મનોરંજન કરી રહ્યો છે. આ શોએ થોડા સમય પહેલા જ તેના 3 હજાર એપિસોડ પૂરા કર્યા છે.

શોના કલાકારો તેમના મજાકિયા અંદાજ માટે જાણિતા છે અને તેમાંનુ જ એક લોકપ્રિય પાત્ર છે દયાભાભી, જે છેલ્લા કેટલાક સમયથી આ શોથી દૂર છે.

દર્શકો આજે પણ દયાભાભીની વાપસીની રાહ જોઇ રહ્યા છે. એવામાં હવે એમ કહીએ કે નવી દયાભાભી મળી ગઇ છે તો તમે હેરાન જરૂર થશો.

સોશિયલ મીડિયા પર એક વીડિયો અને તસવીર વાયરલ થઇ રહી છે અને તેમાં અભિનેત્રી દયાબેનના લુકમાં જોવા મળી રહી છે.

આ અભિનેત્રી છે ગરિમા ગોયલ. ગરીમા બિલકુલ દયાબેનની જેમ એક્ટિંગ કરી રહી છે. તે પૂરી રીતે દયાબેનના ગેટઅપમાં છે. સાડી પહેરવાથી લઇને હેરસ્ટાઇલ, મેકઅપમાં બિલકુલ દયાભાભી લાગી રહી છે.

હવે સવાલ એ છે કે શુ મેકર્સે સાચે નવી દયાભાભીને શોધી લીધી છે ? શુ ગરિમા ગોયલ દયાભાભીનું રિપ્લેસમેંટ છે અને જેઠાલાલની પત્ની તરીકે જોવા મળશે ? તમને જણાવી દઇએ કે, ગરિમા વીડિયોમાં દયાભાભી બનેલી નજર આવી રહી છે. તે માત્ર તેના યૂટયૂબ બ્લોગ માટે જ છે. તેણે તેના એક બ્લોગમાં દયાબેનનો ગેટઅપ ધારણ કર્યો હતો અને પૂરી રીતે દયાભાભીની જેમ બતાવ્યુુ હતુ.

આ વીડિયોને જોતા એક નજરમાં તો જેઠાલાલ પણ ચક્કર ખાઇ જાય તેમ છે. કેટલાક લોકો કહી રહ્યા છે કે, તારક મહેતા શોના પ્રોડ્યુસરને આ વીડિયો દેખવાની જરૂરત છે. ઉલ્લેખનીય છે કે, ગરિમા યૂટયૂબર હોવાની સાથે સાથે અભિનેત્રી પણ છે.

છેલ્લા ઘણા સમયથી દર્શકોને ભરપૂર મનોરંજન કરાવનાર ધારાવાહિક તારક મહેતાકા ઉલ્ટા ચશ્મા આજે દર્શકો વચ્ચે ખુબ જ પ્રખ્યાત છે. આ શોના પાત્રો જ નહીં પરંતુ તેમનો પહેરવેશ પણ દર્શકોનું ખાસ ધ્યાન ખેંચે છે અને તેમાં પણ શોના મુખ્ય પાત્ર જેઠાલાલ અતરંગી ડ્રેસ તો દર્શકોને ખુબ જ પસંદ આવે છે.

જેઠાલાલની ખાસ વાત તો એ છે કે તે જે કપડાં પહેરે છે તેને ફરી રિપીટ નથી કરતા. જેની પાસેથી જેઠાલાલ કપડાં લે છે તેના વિશે તેમને પોતે જ ખુલસો કર્યો હતો. એક વીડિયોની અંદર જેઠાલાલ જ્યાંથી કપડાં લે છે તે દુકાન વિશે જણાવવામાં આવ્યું છે. જેમાં અભિનેત્રી ગરિમા એ દુકાનની સફર ચાહકોને કરાવી રહી છે.

આ વીડિયોની અંદર ગરિમા જણાવે છે કે NV2 નામની એક દુકાન મુંબઈના બોરીવલીમાં છે. અહિયાંથી જ જેઠાલાલની વોર્ડરોબ બનીને આવે છે. સાથે જ તે વીડિયોની અંદર એ આઉટફિટ પણ બતાવવામાં આવ્યો છે જે જેઠાલાલે ગણેશ ચતુર્થી ઉપર પહેર્યો હતો.

ગરિમા જણાવી રહી છે કે છેલ્લા 10 વર્ષથી જેઠાલાલના આઉટફિટ આજ જગ્યાએથી આવે છે. દુકાનના માલિક જીતેશ લાખાણીનો દાવો છે કે શોનો રેગ્યુલર એપિસોડ હોય કે પછી સ્પેશિયલ એપિસોડ હોય ક્યારેય પણ જેઠાલાલના કપડાં રિપીટ નથી કરવામાં આવતા.

Shah Jina