બ્લેઝર-પેન્ટમાં દિશા પટનીએ ફ્લોન્ટ કર્યું ભરાવદાર ફિગર, સીધા લોકોને પણ શરમ આવી જાય એવી તસવીરો આવી ગઈ સામે 😜 જુઓ એકવાર
જ્યારે બોલિવૂડની સૌથી ગ્લેમરસ એક્ટ્રેસેસનો ઉલ્લેખ કરવામાં આવે ત્યારે દિશા પટનીનું નામ લિસ્ટમાં સૌથી પહેલા આવે છે. દિશા તેના બોલ્ડ અને હોટ લુક્સ માટે ખૂબ જ પ્રખ્યાત છે. દિશાએ બોલિવૂડમાં પ્રવેશતાની સાથે જ તેના ચાહકોને દિવાના બનાવી દીધા હતા. 2016માં રિલીઝ થયેલી બાયોપિક ‘એમએસ ધોની: ધ અનટોલ્ડ સ્ટોરી’ થી હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પ્રવેશ કરનાર દિશા પટનીને આજે કોઈ ઓળખની જરૂર નથી.
તેણે પોતાની પહેલી હિન્દી ફિલ્મથી જ લોકોના દિલમાં પોતાનું સ્થાન બનાવ્યું. આ પછી તેણે ઘણી ફિલ્મોમાં ઉત્તમ કામ કર્યું. દિશા સાયન્સ ફિક્શન ફિલ્મ ‘કલ્કી 2898 એડી’માં પણ જોવા મળી હતી. આ ફિલ્મમાં દિશા એક્શન કરતી જોવા મળી હતી. તેનો અત્યાર સુધીનો સૌથી અનોખો લુક તેના ચાહકોને ખૂબ ગમ્યો.
દિશા ફક્ત તેની ફિલ્મોને કારણે જ નહીં, પરંતુ તે તેની બોલ્ડનેસ અને ફિટનેસને કારણે પણ ચર્ચામાં રહે છે. દિશા ઘણીવાર સોશિયલ મીડિયા પર પોતાના ફોટા અને વીડિયો શેર કરતી રહે છે. થોડા સમય પહેલા ફ્રેબુઆરી મહિનામાં દિશા ન્યુયોર્ક ફેશન વીકમાં રેમ્પ વોક કરતી જોવા મળી હતી. આ દરમિયાન તેણે બ્રાલેટ અને બ્લેઝર-પેન્ટ પહેર્યુ હતુ.
આ લુકની ઘણી તસવીરો દિશાએ શેર કરી હતી, જેમાં તે બિલકુલ હોટ અને ગોર્જિયસ લાગી રહી હતી.જણાવી દઇએ કે, દિશા સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે અને અવાર નવાર તેના ફોટો-વીડિયો પોસ્ટ કરતી રહે છે. દિશાને ઇન્સ્ટાગ્રામ પર 61.3 મિલિયન લોકો ફોલો પણ કરે છે. ચાહકો પણ તેની દરેક પોસ્ટની આતુરતાથી રાહ જોતા હોય છે.
કરિયરની વાત કરીએ તો દિશાએ 2015માં તેલુગુ ફિલ્મ ‘લોફર’ થી પોતાની અભિનય કારકિર્દીની શરૂઆત કરી હતી, જે વરુણ તેજ સાથે તેની પહેલી ફિલ્મ હતી. 2016 માં, સ્પોર્ટ્સ બાયોપિક ‘એમ. એસ. ધોની: ધ અનટોલ્ડ સ્ટોરી’થી તેણે હિન્દી ફિલ્મ ઉદ્યોગમાં પ્રવેશ કર્યો.
આ સિવાય તેણે ‘કુંગ ફુ યોગા’, ‘વેલકમ ટુ ધ ન્યૂ યોર્ક’, ‘બાગી 2’, ‘ભારત’, ‘મલંગ’, ‘રાધે’, ‘એક વિલન રિટર્ન્સ’, ‘યોદ્ધા’ સહિત ઘણી ફિલ્મોમાં ઉત્તમ કામ કર્યું છે. આ ઉપરાંત તે પેન ઇન્ડિયા સ્ટાર પ્રભાસ, દીપિકા પાદુકોણ, અમિતાભ બચ્ચન અને કમલ હાસન સાથે ફિલ્મ ‘કલ્કી 2898 એડી’માં પણ જોવા મળી છે, જે 27 જૂને સિનેમાઘરોમાં રિલીઝ થઇ હતી.