બોલિવુડના મશહૂર એક્ટરનું નિધન, સલમાન-શાહિદ સાથે કરી ચૂક્યા છે કામ, ઇન્ડસ્ટ્રીમાં શોકની લહેર

બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાંથી ખૂબ જ દુઃખદ સમાચાર આવ્યા, ઇન્ડસ્ટ્રીના જાણીતા અભિનેતાનું અવસાન થયું. સલમાન ખાનથી લઈને શાહિદ કપૂર સુધી અનેક મોટા અભિનેતાની ફિલ્મોમાં કામ કરી ચૂકેલા પ્રખ્યાત અભિનેતા મુકુલ દેવના નિધનના સમાચારથી દરેક વ્યક્તિ આઘાતમાં છે. ‘આર રાજકુમાર’ અને ‘જય હો’ જેવી બોલિવૂડ ફિલ્મોમાં પોતાની અભિનય કુશળતા બતાવનાર મુકુલ દેવ કાયમ માટે દુનિયા છોડી ચાલ્યા ગયા છે, તેમના ચાહકો અને મિત્રો આ સમાચારથી ચોંકી ગયા છે. મુકુલ દેવ બોલિવૂડ તેમજ પંજાબી ફિલ્મોનો પણ ભાગ રહ્યા છે.

મુકુલ દેવ લાંબા સમયથી બીમાર હતા, જેના કારણે તેઓ ICUમાં હતા. આ અભિનેતાએ 23 મેના રોજ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. 54 વર્ષની ઉંમરે, મુકુલ દેવે દુનિયાને કાયમ માટે છોડી દીધી છે અને ઉદ્યોગના આટલા પ્રખ્યાત ચહેરાના નિધનના સમાચારથી દરેક વ્યક્તિ આઘાતમાં છે. મુકુલ દેવના નજીકના મિત્ર અને ટીવી ઇન્ડસ્ટ્રીની પ્રખ્યાત અભિનેત્રી દીપશિખા નાગપાલે શોક વ્યક્ત કરતા ઇન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી શેર કરી લખ્યું કે, ‘મને વિશ્વાસ નથી થઈ રહ્યો મુક્સ.’ RIP’

મુકુલ દેવ બીમારીને કારણે દિલ્હીમાં હતા અને હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા. દિલ્હીમાં જન્મેલા મુકુલે 1996 માં ટીવીથી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. તે પહેલી વાર ‘મુમકીન’ સીરિયલમાં જોવા મળ્યા હતા. તેમણે દૂરદર્શનના કોમેડી બોલિવૂડ કાઉન્ટડાઉન શો ‘એક સે બઢકર એક’માં પણ કામ કર્યું હતું. સુષ્મિતા સેન સાથે ફિલ્મ ‘દસ્તક’થી બોલિવૂડમાં પોતાની સફર શરૂ કરી અને ‘કિલા’ (1998), ‘વજુદ’ (1998), ‘કોહરામ’ (1999) અને ‘મુજે મેરી બીવી સે બચાવો’ (2001) સહિત ઘણી અન્ય ફિલ્મોમાં કામ કરીને ચાહકોના દિલ જીતી લીધા.

મુકુલે હિન્દી અને પંજાબી ફિલ્મો તેમજ ટેલિવિઝન અને અનેક સંગીત આલ્બમમાં પોતાના ઉત્કૃષ્ટ કામથી ચાહકોને પ્રભાવિત કર્યા છે. આ ઉપરાંત મુકુલે કેટલીક બંગાળી, મલયાલમ, કન્નડ અને તેલુગુ ફિલ્મોમાં પણ કામ કર્યું હતું. ફિલ્મ ‘યમલા પગલા દીવાના’માં તેમના દમદાર અભિનય માટે તેમને 7મો અમરીશ પુરી એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.

Shah Jina
error: Unable To Copy Protected Content!