દિશા પટની અને તારા સુતારિયાને એકસાથે બોલ્ડ અવતારમાં જોઇ ચાહકો વચ્ચે છેડાઇ જંગ, વધુ હોટ કોણ ?

બોલીવુડની સૌથી હોટ 2 રૃપસુંદરીઓએ આખી પાર્ટી ગજવી નાખી, તસવીરો જોતા જ લોકો હોઠ પર કરવા લાગ્યા કમેન્ટ

“એક વિલન” ફિલ્મની સફળતા બાદ મેકર્સ આ ફિલ્મની સિક્વલ લઈને આવી રહ્યા છે. જેમાં અર્જુન કપૂર, જોન અબ્રાહમ, દિશા પટની અને તારા સુતારિયા મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. બુધવારે આ ફિલ્મની પાર્ટી રાખવામાં આવી હતી. જેની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ હતી. ફેન્સને આ પાર્ટીમાં દિશા અને તારાનો ગ્લેમરસ અવતાર જોવા મળ્યો હતો. પાર્ટીમાંથી દિશા અને તારાનો લૂક વાયરલ થઈ રહ્યો છે. પાર્ટીમાં દિશા બ્લેક અને તારા બ્રાઉન બોડીકોન ડ્રેસમાં જોવા મળી હતી. ગ્લેમરની વાત કરીએ તો દિશા અને તારા બંને એકબીજાને ટક્કર આપતી જોવા મળી હતી.

બંનેએ એકસાથે ફોટોગ્રાફર્સને પોઝ પણ આપ્યા હતા.દિશાના ડ્રેસની વાત કરીએ તો તે બ્લેક કલરના કોલ્ડ શોલ્ડર અને પફ સ્લીવ્ઝમાં જોવા મળી હતી. જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી. દિશાએ આ ડ્રેસ સાથે ખુલ્લા વાળ અને સિમ્પલ મેકઅપ કર્યો હતો. તારાના ડ્રેસની વાત કરીએ તો તેણે બ્રાઉન ફીટેડ ડ્રેસ પહેર્યો હતો. આ સાથે મેચિંગ માઇક્રો બેગ અને હીલ્સ કેરી કરી હતી. તારાનો આ લુક તેના ફેન્સને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. બંને અભિનેત્રીઓને એકસાથે જોઈને ચાહકો તેમના પરથી નજર હટાવી રહ્યા નથી.

 

View this post on Instagram

 

A post shared by Bollywood Buzz (@cricbollybuzz)

પોતાના પ્રોજેક્ટના શૂટિંગમાં વ્યસ્ત જોન અબ્રાહમ આ પાર્ટીમાં હાજર રહી શક્યો ન હતો.એક વિલનની રેપ-અપ પાર્ટીમાં અર્જુન કપૂર થોડો મોડો પહોંચ્યો હતો. આ ફિલ્મ ઈદના અવસર પર 8મી જુલાઈ 2022ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મમાં અર્જુન અને જોન બંને નેગેટિવ રોલમાં જોવા મળશે.  ‘એક વિલન રિટર્ન્સ’નું શૂટિંગ પૂર્ણ થયા બાદ એક પાર્ટી દરમિયાન લીડ એક્ટ્રેસ દિશા પટની, તારા સુતારિયા અને અર્જુન કપૂર સ્ટાઇલિશ અંદાજમાં દેખાયા હતા.

દિશા પટની આ પાર્ટીમાં ફીટેડ ઓફ શોલ્ડર ડ્રેસમાં પહોંચી હતી. તારા સુતારિયાએ મીની બેગ અને હીલ્સ સાથે બ્રાઉન મીની ડ્રેસ પહેર્યો હતો. એક વિલનની રેપ અપ બેશમાં બંને અભિનેત્રીઓ ઘણી જ ખૂબસૂરત લાગી રહી હતી. તસવીરમાં અર્જુન કપૂર, દિશા પટની અને તારા સુતારિયા સહિત નિર્દેશક મોહિત સૂરી, નિર્માતા ભૂષણ કુમાર અને એકતા કપૂર સાથે પોઝ આપતાં જોઈ શકાય છે. એક વિલન રિટર્ન્સનું નિર્દેશન મોહિત સૂરી દ્વારા કરવામાં આવ્યું છે.

 

View this post on Instagram

 

A post shared by InstaPinkHouse (@instapinkhouse)

અર્જુન કપૂર, દિશા પટની અને તારા સુતારિયા ઉપરાંત ફિલ્મમાં જોન અબ્રાહમ પણ મુખ્ય ભૂમિકામાં છે.દિશા પટની હંમેશા કોઈને કોઈ કારણસર ચર્ચામાં રહે છે. દિશા હાલમાં જ એક ઈવેન્ટમાં જોવા મળી હતી. આ દરમિયાન એક્ટ્રેસે બ્લેકનો સુંદર ડ્રેસ પહેર્યો હતો, પરંતુ લોકોએ એક્ટ્રેસનો આઉટફિટ છોડીને તેના લુક પર કોમેન્ટ કરવાનું શરૂ કરી દીધું હતું.

લોકોની નજર અભિનેત્રીના હોઠ પર પડી હતી અને લોકો અભિનેત્રીને વિવિધ પ્રકારના સવાલો પૂછવા લાગ્યા.દિશા પટની તાજેતરમાં ‘એક વિલન રિટર્ન’ની રેપ-અપ પાર્ટીમાં જોવા મળી હતી. તમને જણાવી દઈએ કે રેપ-અપ પાર્ટી એટલે કે ફિલ્મનું શૂટિંગ પૂરું થઈ ગયાની ખુશીમાં પાર્ટી આપવામાં આવી છે. આ પાર્ટીમાં ઘણા સ્ટાર્સે હાજરી આપી હતી. દિશા પટની આ સ્ટાર્સમાંની એક હતી. દિશાએ સુંદર ઓફ શોલ્ડર કોર્સેટ ડ્રેસ પહેર્યો હતો.

અભિનેત્રીએ વાળ ખુલ્લા રાખ્યા હતા અને મેકઅપ મિનિમલ રાખ્યો હતો. દિશાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર સેલિબ્રિટી ફોટોગ્રાફર વિરલ ભયાણીએ શેર કર્યો હતો, જે ઘણો વાયરલ થઈ રહ્યો છે, આ વીડિયોમાં લોકો એક્ટ્રેસના ચહેરા પર કેટલાક બદલાવ જોઈ રહ્યાં છે. લોકો કોમેન્ટ કરીને પૂછી રહ્યા છે કે શું દિશાએ તેના ચહેરા પર કંઈ કર્યું છે ? એક યુઝરે લખ્યું કે તે ખૂબ જ સુંદર હતી, સર્જરીએ હોઠ બગાડ્યા.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

એકે લખ્યું કે તે ખૂબ જ સુંદર હતી, સર્જરીની જરૂર નહોતી. એકે તો તેને લિઝા હેડનની નકલ પણ કહી. ‘એક વિલન રિટર્ન્સ’ સિવાય દિશા ફિલ્મ યોદ્ધાને કારણે પણ ચર્ચામાં છે. આ પીરિયડ ફિલ્મની વાર્તા પાકિસ્તાન પર ભારતના સૌથી હિંમતવાન મિશનથી પ્રેરિત છે.

 

Shah Jina