બોલિવૂડની ટોપ કહેવાતી એક્ટ્રેસ દિશા પટણી અવારનવાર પોતાના લુક્સને કારણે આખા દેશમાં ચર્ચામાં રહે છે. જુવાનિયાઓ તો મોસ્ટલી અને ફેન્સ છે. આ એક્ટ્રેસ તેની અલગ જ સ્ટાઇલ અને બોલ્ડ ફિગર માટે ખુબ જાણીતી છે. હવે દિશાએ અનંત અંબાણીની બીજી પ્રી-વેડિંગ પાર્ટીની તસવીરો શેર કરી છે જે સોશિયલ મીડિયા પર લોકપ્રિય બની છે.
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનું બીજું પ્રી-વેડિંગ ઈટલીની લક્ઝુરિયસ ક્રૂઝમાં થયું હતું. દિશાએ આ ક્રૂઝમાંથી તેની ઘણી તસવીરો ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે જેમાં તે એકદમ અદભૂત દેખાઈ રહી છે.
બોલીવુડની ટોપ કહેવાતી અભિનેત્રી દિશા ગ્રીન હાઈ સ્લિટ આઉટફિટમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. અલગ-અલગ અંદાજમાં શાનદાર પોઝ આપ્યા હતા.
તસ્વીરોમાં તમે જોઈ શકો છો કે દિશાએ ડાર્ક લિપસ્ટિક અને ખુલ્લા વાળ સાથે તેનો લુક કમ્પ્લીટ કર્યો હતો જે તેની સુંદરતામાં વધારો કરી રહ્યો હતો.
દિશાએ ગાઢ દરિયામાં વચ્ચે પાર્ક કરેલા ક્રૂઝ પર શાનદાર પોઝ આપ્યા હતા. જે બાદ હવે ચાહકો તેના પરથી નજર હટાવતા નથી શકતા. દિશા પટનીએ આ ગ્રીન બેકલે આઉટફિટમાં તેના ફિગરને ફ્લોન્ટ કરતી પણ જોઈ શકાય છે. ચાહકો આ તસવીરો પર પ્રેમ વરસાવી રહ્યા છે.
તમને જણાવી દઈએ કે આ ઇવેન્ટના જશ્નની શરુઆત ક્રુઝ લાઇનર પર થઈ છે, જેમાં લગભગ 800 મહેમાનો છે. આ લક્ઝરી ક્રૂઝ ઇટાલીથી દક્ષિણ ફ્રાંસ અને ત્યાંથી પરત ફરશે. 29 મેના રોજ વેલકમ લંચ અને સ્ટારરી નાઇટ સાથે પાર્ટી શરૂ થઈ હતી અને એક દિવસ પછી મહેમાનો રોમ પહોચ્યા હતા.