ઇટલીમાં અનંત રાધિકા અંબાણીના પ્રી-વેડિંગમાં આ મોટી હસ્તીએ પહેર્યું બેકલેસ ગાઉન, ફિગર જોતા રહી જશો

મુકેશ અંબાણીના નાના દીકરા અનંત અંબાણી અને તેની ફિયાન્સ રાધિકા મર્ચન્ટનું બીજું પ્રી-વેડિંગ ફંક્શન, જે 29 મેથી 1 જૂન સુધી શરૂ થયું હતું, આ ન્યુઝ આખી દુનિયામાં ચર્ચાનો વિષય બની ગયું છે. આટલી મોટી વૈભવી ઇવેન્ટ ક્રુઝ પર યોજાઈ હતી, જેણે ચાર દિવસમાં ઇટાલીથી કેન્સ, ફ્રાન્સ સુધીની મુસાફરી કરી હતી.

સંજય કપૂરની લાડકવાયી દીકરી શનાયા કપૂર અને શાહરુખ ખાનની લાડકવાયી દીકરી સુહાના ખાન પણ આ ગ્રાન્ડ ફંક્શનનો હિસ્સો હતી, જેમણે ઈન્સ્ટાગ્રામ પર પોતાના ઘણા ફોટા શેર કર્યા હતા. આ તસવીરોમાં શનાયા ખૂબ જ હોટ લાગી રહી છે.

તમને જણાવી દઈએ કે શનાયા કપૂર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની સારી ફ્રેન્ડ છે, જેના લીધે તે પણ આ ક્રૂઝ પાર્ટીનો ભાગ બની હતી. હવે તેણે તેના ઈન્સ્ટાગ્રામ પર કેટલાક ફોટો શેર કર્યા છે, જેમાં તે ઈટાલી શહેરમાં એન્જોય કરતી જોવા મળી રહી છે. આ તસવીરોમાં સુહાના ખાન અને અનન્યા પાંડે પણ જોવા મળી રહી છે.

આ ફોટોમાં શનાયા મલ્ટી કલર બોડી ફીટ ડ્રેસમાં જોવા મળી રહી છે, જે બેકલે છે. આ ફોટોમાં તે ઈટાલી જેવા સુંદર શહેરમાં એન્જોય કરતી જોવા મળી રહી છે.

આ બધી નવી તસ્વીરોમાં શનાયા કપૂરના ખુલ્લા વાળ તેની સુંદરતામાં વધુ વધારો કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે, શનાયા ટૂંક સમયમાં બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે.

શનાયા કપૂર સિવાય સુહાના ખાને પણ તેના ઈન્સ્ટાગ્રામ પર કેટલાક ફોટો શેર કર્યા છે, જેમાં તે તેની બેસ્ટ ફ્રેન્ડ સુહાના ખાન સાથે જોવા મળી રહી છે.

આ ફોટોમાં સુહાના ખાન પોતાની ક્યૂટ સ્માઈલથી લોકોના દિલ જીતી રહી છે. ઇટલીમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનું બીજું પ્રી-વેડિંગ સેલિબ્રેશન સમાપ્ત થઈ ગયું છે, આ સમારંભમાં શામેલ થયેલા તમામ સેલેબ્સ હવે ભારત પરત ફરી રહ્યા છે, સાથે સાથે અનંત રાધિકાના સેકન્ડ પ્રી-વેડિંગ સેલિબ્રેશનના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર છવાયેલા છે

YC
error: Unable To Copy Protected Content!