બોલીવુડની ગ્લેમર અને હોટ અભિનેત્રી દિશા પટનીએ તાજેતરમાં જ પોતાના ખાસ મિત્રના લગ્ન મન ભરીને માણ્યા હતા. લગ્નમાં તે જાન પક્ષના તરફથી બારાતી બનીને આવી હતી અને વરરાજાની કારમાં પણ બેઠી હતી.
લગ્નમાં દરેકની નજરો દિશા પર જ થંભી ગઈ હતી. દિશાએ આ સમયે સુંદર પિન્ક લહેંગો પહેર્યો હતો જેમાં તે ખુબ જ સુંદર લાગી રહી હતી. દિશાએ મિત્રના લગ્નનની અમુક તસ્વીરો અને વીડિયો પણ શેર કર્યા છે જેમાં તે ડાન્સના ઠુમકા લગાવતી પણ દેખાઈ રહી છે.
દિશાએ અમુક વીડિયો ઇન્સ્ટા સ્ટોરી પર પણ શેર કર્યા જેમાં દિશા પોતાના મિત્ર સાથે દેખાઈ રહી છે,જેના પછી દિશાએ તાજેતરમાં જ અન્ય તસ્વીર શેર કરી છે જેમાં તેણે સુંદર બ્લુ લહેંગો પહેરી રાખ્યો છે.
દિશાએ બ્લુ લહેંગાની સાથે સુંદર નેકલેસ, બંગડી અને ઈયરરિંગ પહેરી રાખ્યા છે. દિશાના ખુલ્લા વાળ તેની સુંદરતામાં અનેક ગણો વધારો કરી રહ્યા છે. તસ્વીર શેર કરીને દિશાએ લખ્યું કે,”હેર એન્ડ મેકઅપ બાય મી”.
View this post on Instagram
દિશાની સુંદર લહેંગા સાથેની આ તસ્વીર દર્શકો ખુબ પસંદ કરી રહ્યા છે. તસ્વીર પર દિશાની ખાસ મિત્ર ક્રિષ્ણા શ્રોફે પણ કમેન્ટ કરતા લખ્યું કે,”હેર ઓન પોઇન્ટ”.વર્કફ્રન્ટની વાત કરીએ તો દિશા સલમાન ખાન સાથે ફિલ્મ ‘રાધે-યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ’માં જોવા મળશે.
View this post on Instagram
તો દિશાના આ સુંદર લહેંગા સાથેની આ તસ્વીર ચાહકોને ખુબ જ પસંદ આવી છે. તસ્વીર પર દિશાની એક ચાહકએ કમેન્ટ કરતા લખ્યું કે,”મને આ ડ્રેસ જોઈએ છે”. વર્કફ્રન્ટની વાત કરીએ તો હવે દિશા સલમાન ખાન સાથે ફિલ્મ રાધે-યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ માં દેખાશે.
જણાવી દઈએ કે આ ફિલ્મ વર્ષ 2020માં રિલીઝ થવાની હતી પણ કોરોના મહામારીને લીધે ફિલ્મની શુટિંગ સ્થગિત કરવામાં આવી હતી.માનવામાં આવી રહ્યું છે કે ટાઇગર શ્રોફ અને દિશા પટની એકબીજાને લાંબા સમયથી ડેટ કરી રહ્યા છે.