ગુજરાતમાં મળ્યા સમુદ્ર મંથન વાળા વાસુકી નાગના 5 કરોડ વર્ષ જૂના અવશેષ- ઇતિહાસ આગળ વિજ્ઞાન પણ નતમસ્તક

ગુજરાતના કચ્છમાં ખૂબ જ પ્રાચીન અવશેષો મળી આવ્યા છે, આ અવશેષો વાસુકી નાગના છે. આ વિશ્વનો સૌથી મોટો સાપ હતો. આનાથી મોટો કોઈ એનાકોન્ડા પણ નથી. ના ડાયનાસોરના જમાનાનો વિશાળકાય ટી.રેક્સ ડાયનાસોર હતો. વાસુકી નાગનો જીવાશ્મ કચ્છના પાનંઘરો લાઈટનાઈટ ખાણમાંથી મળી આવ્યા છે. આ એ જ સાપ છે જેનો ઉલ્લેખ સમુદ્ર મંથનમાં જોવા મળે છે. તેની મદદથી મંદાર પર્વતને મંથન ચક્રની જેમ ફેરવવામાં આવ્યો. જેના કારણે સમુદ્રમાંથી અમૃત અને ઝેર જેવી ઘણી મહત્વપૂર્ણ વસ્તુઓ બહાર આવી.

વૈજ્ઞાનિકોએ આ ખાણમાંથી વાસુકી નાગના કરોડરજ્જુના 27 ભાગોને રિકવર કર્યા છે. તેનું વૈજ્ઞાનિક નામ Vasuki Indicus છે. વૈજ્ઞાનિકોએ કહ્યું કે તેની આકૃતિ વિશાળકાય હતી, જેવા આજકાલના અજગર હોય છે, પણ તે ઝેરી નહિ રહ્યો હોય. જર્નલ સાયન્ટિફિક રિપોર્ટ્સમાં પ્રકાશિત થયેલા અભ્યાસ અનુસાર, IIT Roorkeeના પેલેંટિયોલોજિસ્ટ દેબજીત દત્તાએ કહ્યું કે તેનું કદ સૂચવે છે કે તે વાસુકી નાગ હતો. ધીમી ગતિએ ચાલવાવાળો ખતરનાક શિકારી.

દેબજીતે જણાવ્યું કે એનાકોન્ડા અને અજગરની જેમ તે પોતાના શિકારને દબાવીને મારી નાખતો હતો. પરંતુ જ્યારે વૈશ્વિક સ્તરે તાપમાન વધવા લાગ્યું ત્યારે તેમની વસ્તીમાં ઘટાડો થવા લાગ્યો. એવું માનવામાં આવે છે કે તેમની સામાન્ય લંબાઈ 36 થી 49 ફૂટ હતી અને વજન લગભગ 1000 કિલો. વાસુકી નાગને હિન્દુ ભગવાન શિવનો સાપ કહેવામાં આવે છે. તેને સાપનો રાજા કહેવામાં આવતો. આ પ્રાગૈતિહાસિક સાપને તિતાનોબોવાનો વિરોધી માનવામાં આવે છે. 2009માં કોલંબિયામાં કોલસાની ખાણમાંથી તિતાનોબોવાના જીવાશ્મ મળી આવ્યા હતા.

તે લગભગ 42 ફૂટ ઉંચો હતો અને તેનું વજન લગભગ 1100 કિલો હતું. આ સાપ 5.80-6.00 કરોડ વર્ષ પહેલા જોવા મળ્યો હતો. IIT રૂરકીના પ્રોફેસર અને આ સાપને શોધનાર ટીમના સભ્ય સુનીલ બાજપાઈએ કહ્યું કે વાસુકીના કદની તુલના તિતાનોબોવા સાથે કરી શકાય છે. પરંતુ બંનેના કરોડરજ્જુના હાડકામાં તફાવત હતો. વાસુકી કદની દૃષ્ટિએ તિતાનોબોવા કરતાં પણ મોટો હતો એવું અત્યારે કહેવું યોગ્ય નહીં હોય.

આ સાપ સેનોઝોઇક યુગમાં રહેતો હતો. એટલે કે લગભગ 6.60 કરોડ વર્ષ પહેલાં. ત્યારે ડાયનાસોર યુગનો અંત આવી ચૂક્યો હતો. વાસુકી નાગના કરોડરજ્જુના હાડકાનો સૌથી મોટો ભાગ જે આપણને મળ્યો છે તે સાડા ચાર ઈંચ પહોળો છે. આ દર્શાવે છે કે વાસુકી નાગાનું શરીર ઓછામાં ઓછું 17 ઇંચ પહોળું હતું. હાલ તેની ખોપરી મળી નથી, શોધખોળ ચાલુ છે. વાસુકી નાગ શું ખાધો તે હજુ સુધી વૈજ્ઞાનિકો શોધી શક્યા નથી. પરંતુ તેની સાઈઝ જોઈને લાગે છે કે તે તે સમયના મહાકાય મગરો ખાતો હશે.

ઘણા મગર અને કાચબાના અવશેષો પણ નજીકમાં મળી આવ્યા છે. બે પ્રાગૈતિહાસિક વ્હેલના અવશેષો પણ મળી આવ્યા છે. વાસુકી Madtsoiidae પરિવારના સાપો સાથે સંબંધ રાખતો હતો. આ સાપ 9 કરોડ વર્ષ પહેલા ધરતી પર હાજર હતા, જે 12 હજાર વર્ષ પહેલા લુપ્ત થઈ ગયા. આ સાપ ભારતથી લઇને દક્ષિણ યુરેશિયા અને ઉત્તર આફ્રિકામાં ફેલાયેલા હતા. જ્યારે યુરેશિયા 5 કરોડ વર્ષ પહેલા એશિયા સાથે ટકરાયુ ત્યારે ભારત બન્યુ હતુ.

Shah Jina