ખબર મનોરંજન

BIG NEWS : હાર્ટ એટેકને કારણે બોલીવુડના દિગ્ગજનું થયું નિધન, લાંબા સમયથી હતા બીમાર

બોલીવુડના ફેમસ ફિલ્મમેકર, ડાયરેક્ટર, પ્રોડ્યુસર અને રાઈટર સાવન કુમાર ટાકનું આજે જ 86 વર્ષની ઉંમરમાં નિધન થઈ ગયું છે. સાવનની હેલ્થ થોડાક દિવસોથી ખરાબ ચાલી રહી હતી જેના કારણે તેમણે મુંબઈની કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આજે ગુરુવારે સવારે તેમની હેલ્થ વધારે સિરિયસ થઇ જતા પછી તેમને ICUમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા,

જ્યાં સાંજે લગભગ 4:15 વાગે તેમને હાર્ટ અટેક આવ્યો હતો અને અહીં જ તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. સાવન કુમારના અંતિમ સંસ્કાર આજે જ કરવામાં આવશે. 86 વર્ષીય સાવન કુમારના પીઆરઓ મન્ટૂ સિંહે જણાવ્યું કે, તેમને મેરેજ કર્યા ન હતા. તેમને 3 બહેન અને એક ભાઈ છે.તેમને થોડાં દિવસ પહેલાં એડમિટ કરવામાં આવ્યા હતા. તેમને ફેફસાંની બીમારી હતી, પરંતુ આ વખતે તે સીરિયસ હતાં. તેમનું હૃદય યોગ્ય રીતે કામ કરતું નહોતું.

સંજીવ કુમાર તથા મહમૂદ જુનિયર ફિલ્મમેકર સાવનકુમારને કારણે જ સ્ટાર બની શક્યા હતાં. તેમને વર્ષ 1967માં પ્રોડ્યૂસર તરીકે ફિલ્મ ‘નૌનિહાલ’થી કરી હતી. આ મૂવીની અંદર સંજીવ કપૂરે મેઈન નિભાવ્યો હતો. જો કે પહેલી ફિલ્મ માટે તેમને નેશનલ અવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

તમને જણાવી દઈએ કે બોલીવુડના ટોપ એક્ટર સલમાન ખાન અને સાવન કુમાર ટાક ખૂબ સારા અને ગાઢ દોસ્ત હોવાનું કહેવાય છે. તેમની ઉમર 86 વર્ષના હતા. બે દિવસથી તેમને હૃદયની તકલીફ હતી, જેના કારણે તેમને કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમને તેમના કરિયરમાં અત્યાર સુધીમાં 19 થી વધુ ફિલ્મો પ્રોડ્યુસ કરી છે.

ડિરેક્ટર તરીકે ડેબ્યૂ ફિલ્મ ‘ગોમતી કે કિનારે’ હતી. મીના કુમારની કરિયરની આ છેલ્લી ફિલ્મ હતી. સાવન કુમારે ‘સૌતન’, ‘સૌતન કી બેટી’, ‘સનમ બેવફા’, ‘બેવફા સે વફા’ જેવી ફિલ્મ ડિરેક્ટ કરી હતી. પ્રોડ્યૂસર તથા ડિરેક્ટર હોવાની સાથે સાથે તે ગીતકાર પણ હતા. ‘જિંદગી પ્યાર કા ગીત..’ તેમણે જ લખ્યું છે. વધુમાં ‘કહો ના પ્યાર હૈ’, ‘દેવ’ ફિલ્મના ગીત પણ લખ્યા હતા.

બોલીવુડના સુપરસ્ટાર સલમાન ખાને સાવન કુમાર ટાક સાથેની પોતાની તસવીર શેર કરીને તેમને શ્રદ્ધાંજલિ અર્પિત કરી છે. તમને જણાવી દઈએ કે આ ફોટો ઘણો જૂનો છે, જે તેને પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. ફિલ્મ નિર્માતા, ગીતકાર અને બેસ્ટ ડાયરેક્ટર સાવન કુમાર ટાકને મુંબઈની કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલના આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા.

બોલીવુડના ફેમસ ફિલ્મ નિર્માતાનું આજે 25 ઓગસ્ટ 2022 ના રોજ સાંજે 4:15 વાગ્યે નિધન થયું. તેમના ભત્રીજા નવીને એક ઓનલાઈન પોર્ટલને જાણકારી આપતાં કહ્યું કે, ‘સાવન જીને આજે સાંજે લગભગ 4:15 વાગ્યે હાર્ટ એટેક આવ્યો અને મલ્ટી ઓર્ગન ફેલ થવાને કારણે તેમનું અવસાન થયું. આજે સાંજે જ અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

તેમને બેવફા, સૌતન અને સાજન બીના સુહાગન જેવી બ્લોકબસ્ટર ફિલ્મોનું નિર્દેશન કર્યું હતું. મીડિયા રિપોર્ટ પ્રમાણે તેમને ફેફસામાં સંક્રમણ અને શ્વાસ લેવામાં તકલીફને કારણે 24 ઓગસ્ટ 2022ના રોજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ડોક્ટરે જણાવ્યું હતું કે તેમના ફેફસાં અને હૃદય યોગ્ય રીતે કામ કરી રહ્યાં ન હોવાથી તેમની હાલત ગંભીર છે.