દિલીપ કુમારના છેલ્લા શ્વાસ સુધી પડછાયાની જેમ જોડાયેલી રહી પત્ની સાયરા બાનો, 55 વર્ષનો રહ્યો સાથ, રોમાંચક છે બંનેની પ્રેમ કહાની

બોલીવુડના દિગ્ગજ અભિનેતા દિલીપ કુમારનું આજે 98 વર્ષની વયે નિધન થઇ ગયું, જેના કારણે ફિલ્મ ઇન્ડ્રસ્ટ્રી સમેત સમગ્ર દેશમાં શોકનો માહોલ વ્યાપે ગયો છે. દિલીપ કુમાર છેલ્લા ઘણા સમયથી ખુબ જ બીમાર હતા. જોકે પત્ની સાયરા બાનોએ હેલ્થ અપડેટ આપતા તેમની હાલતને સ્થિર જણાવી હતી. પરંતુ આજે સવારે 7.30 કલાકે જ તેમનું નિધન થઇ ગયું. તેમને શ્વાસ લેવાની તકલીફ બાદ 29 જૂનના રોજ હોસ્પિટલના આઇસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા.

તમને જણાવી દઈએ કે દિલીપ કુમાર અને સાયરા બાનોની બોલીવુડમાં સદાબહાર જોડી તરીકે ઓળખવામાં આવતી હતી. બંનેએ એકબીજા સાથે 55 વર્ષ વિતાવ્યા. સાયરા ભલે તેમનાથી 22 વર્ષ નાની કેમ ના હોય પરંતુ બંને વચ્ચે ખુબ જ સારું બોન્ડિંગ જોવા મળી રહ્યું હતું. તેમની લવ સ્ટોરી પણ ખુબ જ દિલચસ્પ છે. જે કોઈ ફિલ્મી કહાની કરતા જરા પણ કમ નથી.

એક ઇન્ટરવ્યૂ પ્રમાણે સાયરાએ જણાવ્યું હતું કે તે જ્યારે 12 વર્ષની હતી ત્યારે જ તેને દિલીપ કુમારની ફિલ્મ “આન” જોઈ હતી. જેના બાદ તેને નક્કી કરી લીધું હતું કે લગ્ન કરશે તો દિલીપ કુમાર સાથે જ કરશે. પરંતુ તે એટલું પણ સરળ નહોતું. કારણ કે દિલીપ કુમાર ઉપર દેશ-વિદેશની છોકરીઓ જાન આપતી હતી.

સાયરા જયારે મોટી થઇ ત્યારે તેને ફિલ્મોમાં કામ કરવાનું શરુ કરી દીધું. પરંતુ બે વાર પ્રેમમાં નાકામ થયેલા દિલીપ કુમારે સાયરામાં કોઈ રસ દાખવ્યો નહીં. તેમને સાયરાને કહ્યું, “અરે.. મારા સફેદ થતા વાળને તો જો..”તે છતાં પણ સાયરા માની નહીં. તેને એ બધું જ શીખી લીધું જે દિલીપ કુમારને પસંદ હતું.

એકવાર દિલીપ કુમાર સાયરા બાનોના ઘરે ગયા હતા, ત્યારે સાડીમાં સાયરા ખુબ જ સુંદર લાગ રહી હતી. દિલીપ તેમને જોતા જ તેના ઉપર ફિદા થઇ ગયા. તેમને સાયરાને કહ્યું કે તે ખુબ જ સુંદર લાગે છે. જેના બાદ વીજ દિવસે ફરી દિલીપ કુમારે તેને ફોન કરીને જમવાનું ખુબ જ સારું બન્યું હતું તેમ જણાવ્યું.

ત્યારબાદ દિલીપ અને સાયરા એકબીજાને મળતા રહ્યા, ડિનર ઉપર પણ સાથે જવા લાગ્યા. જેના બાદ દિલીપ કુમારે સાયરાને પ્રપોઝ કરી દીધું. 1966માં બંનેએ એકબીજા સાથે લગ્ન કરી લીધા. બંનેના લગ્નના સમાચાર સાંભળીને પણ લોકો ખુબ જ હેરાન રહી ગયા હતા. કારણ કે લગ્નના સમયે સાયરાની ઉંમર 22 વર્ષની હતી અને દિલીપ કુમારની 44 વર્ષની.

લગ્નના 55 વર્ષ સુધીના સાથમાં સાયરા બાનો તેમની સાથે પડછાયાની જેમ જોડાયેલી રહી. તેમના લગ્ન જીવન અને તેમના પ્રેમની ખબરો પણ અવાર નવાર સોશિયલ મીડિયામાં છવાયેલી રહેતી હતી. ઘણા પ્રસંગોમાં બંને એકબીજાના હાથમાં હાથ પકડીને જોવા મળતા હતા. ઉંમરના છેલ્લા પડાવમાં પણ સાયરા અને દિલીપ કુમારનો ભરપૂર પ્રેમ જોવા મળ્યો હતો.

Niraj Patel