દીલિપ જોશીની દીકરીનું રિસેપ્શન મુંબઇની તાજ હોટલમાં થયુ, ગિફ્ટ્સની ના પાડી માત્ર આર્શિવાદ કર્યા એક્સેપ્ટ
ટેલિવિઝન શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના સૌથી મજેદાર પાત્રોમાંના એક, જેઠાલાલ એટલે કે દિલીપ જોશીની પુત્રી નિયતિ જોશીના લગ્ન 8 ડિસેમ્બરના રોજ યોજાયા હતા. ત્યારે વેડિંગ રિસેપ્શન 11 ડિસેમ્બરની સાંજે શનિવારના રોજ સાંજે મુંબઈની ફાઈવ સ્ટાર હોટેલ તાજ લેન્ડ એન્ડમાં રાખવામાં આવ્યું હતું. આ ખાસ અવસર પર ટીવી ઈન્ડસ્ટ્રીની જાણીતી હસ્તીઓથી લઈને સિરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના નવા-જૂના કલાકારો હાજર રહ્યા હતા.
દિલીપ જોશીની દીકરીના લગ્નની અને બીજા અન્ય ફંક્શનની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યા છે. આ લગ્નમાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની પૂરી ટીમ પહોંચી હતી અને ખૂબ જ મસ્તી કરી હતી. આ ખાસ અવસર પર શોના તમામ કલાકારોએ લગ્નમાં એકસાથે ખૂબ જ મસ્તી કરી હતી અને સોશિયલ મીડિયા દ્વારા ફેન્સ સાથે લગ્નની તસવીરો અને વીડિયો પણ શેર કર્યા હતા.
તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના દિગ્દર્શક માલવ રાજદા, તેમની પત્ની રીટા રીપોર્ટર એટલે કે પ્રિયા આહુજા, અભિનેત્રી સુનયના ફોજદાર, પલક સિંધવાની, કુશ શાહ, સમય શાહ અને અન્ય ઘણા લોકોએ નિયતિનાા લગ્ન અને રિસેપ્શનમાં હાજરી આપી હતી. લગ્નની તસવીરો શેર કરતા માલવે કેપ્શનમાં લખ્યું કે, “ગઈકાલે રાત્રે દીલિપ જોશીની દીકરીના લગ્ન… ફરી એકવાર પ્રેમી યુગલને અભિનંદન અને તેમના લગ્ન જીવનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ… મને લાગે છે કે, પલક અને પ્રિયાએ વર-કન્યા કરતાં વધુ તસવીરો ક્લિક કરી છે.”
આ લગ્નનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં દિલીપ જોશી મહેમાનોને સ્ટેજ પર આવકારતા જોવા મળી રહ્યા છે. આ વીડિયો રિસેપ્શનનો જણાવવામાં આવી રહ્યો છે. તમને જણાવી દઈએ કે દિલીપ જોશીની દીકરીની સંગીત સેરેમની યોજાઈ હતી. સંગીત સેરેમનીમાંથી દિલીપ જોશીના ડાન્સ પરફોર્મન્સનો એક વીડિયો સામે આવ્યો હતો.
વીડિયોમાં અભિનેતા પ્રખ્યાત ગાયક અને દાંડિયા કિંગ નૈતિક નાગડા સાથે તેની ધૂન પર ખૂબ જ જોરદાર ડાંસ કરતા જોવા મળ્યા હતા. વીડિયોમાં દિલીપ જોશી વાદળી રંગનો કુર્તો પહેરેલા જોવા મળી રહ્યા હતા. દીકરીના પ્રી-વેડિંગ ફંક્શન માટે તેમણે પોતાનો લુક સિમ્પલ રાખ્યો હતો.
દિલીપ જોશીના જમાઈ યશોવર્ધન મિશ્રા વિશે વાત કરીએ તો, તે જાણીતા લેખક અને ગીતકાર અશોક મિશ્રાના પુત્ર છે. તે શ્યામ બેનેગલની ફિલ્મમાં પણ જોવા મળે છે. ‘વેલકમ ટુ સજ્જનપુર’માં તેના કામ માટે જાણીતા છે.
નિયતિના રિસેપ્શનમાં હાજરી આપનાર એક અભિનેતાએ અમને જણાવ્યું હતું કે, “સત્કાર કાર્યક્રમ 12:00 વાગ્યા સુધી ચાલ્યો. જેઠાલાલ એટલે કે દિલીપ જોશી વતી, મહેમાનોને વિનંતી કરવામાં આવી હતી કે તેઓ નવા કપલને સ્ટેજ પર કોઈ ભેટ ન આપે, પરંતુ તેના બદલે તેઓ ફક્ત આ બંનેને તેમના આશીર્વાદ આપે. ઉલ્લેખનીય છે કે, આ ફંક્શનમાં અનુપમામાં બાનું પાત્ર ભજવતી અભિનેત્રી અલ્પના બુચ પણ હાજર રહ્યા હતા.
થોડા દિવસ પહેલા જ નિયતિની સંગીત સેરેમની યોજાઈ હતી. જેમાં દિલીપ જોશી ખૂબ નાચ્યા હતા. જાણીતા મ્યૂઝિશિયન નૈતિક નાગડાના બેન્ડે નિયતિની સંગીત સેરેમનીમાં પર્ફોર્મ કર્યું હતું. ત્યારે નૈતિકે ઈન્સ્ટાગ્રામ પર દિલીપ જોશીની દીકરીની સંગીત સેરેમનીની ઝલક બતાવતો વિડીયો પણ શેર કર્યો છે. જણાવી દઈએ કે, દિલીપ જોશીને સીરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ દ્વારા દર્શકોનો અપાર પ્રેમ મળ્યો છે. જેઠાલાલનું પાત્ર તેઓ છેલ્લા 14 વર્ષથી ભજવી રહ્યા છે.
View this post on Instagram