લો બોલો… હવે ભિખારીઓ પણ બની ગયા ડીઝીટલ, ગળામાં લટકાવ્યો QR કોડ અને ગાડી વાળા પાસે લીધું ઓનલાઇન પેમેન્ટ

આનાથી વધારે ડીઝીટલ ભારત કેવું હોઈ શકે ? જ્યાં દેશના ભિખારીઓ પણ ગળામાં QR કોડ લટકાવીને ફરે છે, જુઓ જોરદાર વીડિયો

Digital Beggar Video : આપણા દેશમાં ભીખ માંગવા વાળાની સંખ્યા ઘણી વધારે છે, તમે જ્યાં પણ જાઓ ત્યાં તમને ભિખારીઓ ઘેરી લેતા હોય છે, કોઈ મંદિર કે પ્રવાસન સ્થળ પર તમે જાવ તો મોટી સંખ્યામાં ભિખારીઓ જોવા મળે છે, ચાર રસ્તા પર પણ તે ઉભા જ હોય છે. ત્યારે આજના સમયમાં હવે ભિખારીઓ પણ ડીઝીટલ બની ગયા છે અને લોકો પાસે પૈસા છુટ્ટા ના હોય તો તે ઓનલાઇન પણ હવે પેમેન્ટ લઇ રહ્યા છે, જેનું ઉદાહરણ હાલ એક વાયરલ વીડિયોમાં જોવા મળ્યું.

માઇક્રો બ્લોગિંગ વેબસાઈટ X પર એક વીડિયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. ઈન્ટરનેટ પર વાયરલ થયેલા આ વીડિયોમાં એક દૃષ્ટિહીન વ્યક્તિ કારની નજીક આવે છે જ્યાં એક વ્યક્તિ તેનો QR કોડ સ્કેન કરીને તેને 10 રૂપિયા ટ્રાન્સફર કરે છે. આ કેસમાં રસપ્રદ વાત એ છે કે પેમેન્ટ મળ્યું છે કે નહીં, તે અજાણી વ્યક્તિને પણ સંભળાવે છે.

આ વાયરલ વીડિયોને ગૌરવ સોમાણી નામના યુઝરે શેર કર્યો છે અને તેણે ભિખારીના આ વિચારને વિચારપ્રેરક ક્ષણ ગણાવ્યો છે. વીડિયો પોસ્ટ કરતી વખતે ગૌરવે જણાવ્યું કે કેવી રીતે તેણે ગુવાહાટીમાં એક રસપ્રદ દૃશ્ય જોયું જ્યાં એક ભિખારી ખૂબ જ સરળતાથી ડિજિટલ ટ્રાન્ઝેક્શન સ્વીકારતો જોવા મળ્યો હતો. નોંધનીય છે કે આ પહેલીવાર નથી જ્યારે આપણે દેશમાં ભિખારીઓને ડિજિટલ થતા જોઈ રહ્યા છીએ.

આવા ઉદાહરણો મુંબઈ અને અન્ય મેટ્રો શહેરોમાં પણ જોવા મળ્યા હતા, જે દર્શાવે છે કે UPI ચુકવણીઓ કેટલી સુલભ બની ગઈ છે. આજે દરેક જગ્યાએ UPI એ ચુકવણીનું માધ્યમ બની ગયું છે, જેના કારણે ખિસ્સામાં પણ હવે લોકો રોકડ રકમ રાખતા જ નથી. શાક માર્કેટ હોય કે પાનની દુકાન હોય, બધે જ હવે યુપીઆઈ દ્વારા ચુકવણી થાય છે. ત્યારે હવે ભિખારી પણ ડીઝીટલ માધ્યમથી પેમેન્ટ લેતા જોવા મળી રહ્યા છે, જેથી કોઈ છુટ્ટા ના હોવાનું બહાનું ના કાઢી શકે.

Niraj Patel