...
   

અક્ષય કુમારના નામ પર આ ફેમસ એક્ટ્રેસે કર્યો અધધધધ કરોડનો ફ્રોડ !

અક્ષય કુમારના નામ પર આ ફેમસ એક્ટ્રેસે કર્યો અધધધધ કરોડનો ફ્રોડ ? આરોપ છે કે કરોડો રૂપિયાની છેતરપિંડી….

ફિલ્મોમાં લાંબી ઇનિંગ્સ પછી બોલિવૂડ અભિનેત્રી ઝીનત અમાન તેના OTT ડેબ્યૂ માટે તૈયાર છે. તેની આગામી વેબ સિરીઝ ‘શોસ્ટોપર’ સતત હેડલાઈન્સમાં છે જેનાથી તે સ્ક્રીન પર કમબેક કરવા જઈ રહી છે. છેલ્લા કેટલાક દિવસોથી સમાચાર આવી રહ્યા છે કે પૈસાના અભાવે આ સિરીઝ બંધ થઈ ગઈ છે. ફંડના અભાવે નિર્માતાઓએ કામ બંધ કરી દીધું છે.

પરંતુ દિગ્દર્શક મનીષ હરિશંકરે આને માત્ર અફવા ગણાવી અને કહ્યું કે શો પોસ્ટ પ્રોડક્શન તબક્કામાં છે અને કલાકારો તેમજ ક્રૂ સભ્યો સહિત દરેકને 90-95 ટકા ચૂકવવામાં આવ્યા છે. જો કે, હવે નિર્માતાઓએ અભિનેત્રી દિગાંગના સૂર્યવંશી પર કરોડોની છેતરપિંડી કરવાનો આરોપ લગાવ્યો છે. આટલું જ નહીં, તેમણે અભિનેત્રી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

અભિનેત્રી દિગંગના પર આરોપ છે કે તેણે અક્ષય કુમારના નામે કરોડો રૂપિયાની છેતરપિંડી કરી છે. એમએચ ફિલ્મ્સે દિગાંગના વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 420 અને 406 હેઠળ અંબોલી પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી અને ગુનાહિત વિશ્વાસભંગનો આરોપ લગાવીને પોલીસ ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદમાં જણાવાયું છે કે અભિનેત્રીએ નિર્માતાઓને ખાતરી આપી હતી કે તે અક્ષય કુમાર, શાહરૂખ ખાન અને સલમાન ખાન સાથે સારી રીતે પરિચિત છે. તેણે નિર્માતાઓને કહ્યું હતું કે તે તેને શોસ્ટોપર સીરીઝ માટે પ્રસ્તુતકર્તા તરીકે લાવશે. દિગાંગનાએ અક્ષય કુમારને ફિલ્મનો પ્રસ્તુતકર્તા બનાવવા માટે મેકર્સ પાસેથી 6 કરોડ રૂપિયા લીધા હતા અને હવે તે પૈસા પરત આપવાથી મુકરી ગઇ છે.

પોલીસ ફરિયાદમાં એમએચ ફિલ્મ્સના નિર્દેશકે જણાવ્યું છે કે દિગાંગનાએ સૌપ્રથમ એમઓયુ માટે પૂછ્યું હતું જે તેને અક્ષય કુમાર સાથે વાર્તાલાપ કરવાની મંજૂરી આપશે અને શોના પ્રસ્તુતકર્તા તરીકે તેનો સમાવેશ કરશે. આ ડીલ દરમિયાન અભિનેત્રીએ પોતાના માટે 75 લાખ રૂપિયા અને અક્ષય કુમારના નામે 6 કરોડ રૂપિયા માંગ્યા હતા.

Shah Jina