પેટ્રોલ પંપ ઉપર બોર્ડ લગાવવામાં આવ્યું કે “બોટલમાં પેટ્રોલ નહિ મળે !” પછી સાઇકલ લઈને આવેલા આ ટેણીયા અપનાવ્યો એવો જુગાડ કે.. જુઓ વીડિયો

ઇન્ટરનેટ ઉપર રોજ અલગ અલગ વિષયોને લઈને ઢગલાબંધ વીડિયો સામે આવતા રહે છે, ઘણા વીડિયોની અંદર એવી ફની ઘટનાઓ પણ સામે આવે છે જેને જોઈને લોકો પણ પેટ પકડીને હસવા માટે મજબુર થઇ જતા હોય છે. તો ઘણીવાર જાહેર સ્થળો ઉપર પણ એવા વીડિયો બને છે કે તે મજેદાર હોય છે, હાલ એવા જ એક ટેણીયાનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે જે પેટ્રોલ પંપનો છે અને લોકોને ખુબ જ હસાવી રહ્યો છે.

વીડિયોમાં એક છોકરો પેટ્રોલ લેવા માટે એવો જુગાડ કરે છે કે જોઈને તમે પણ પેટ પકડીને હસશો. પેટ્રોલ પંપ ઉપર બોર્ડ લાગ્યું હતું અને તેમાં લખ્યુ હતુ કે, બોટલમાં પેટ્રોલ નહીં મળે. જેના પછી આ બાળકે એવો જુગાડ લગાવ્યો કે પેટ્રોલ પંપવાળા પણ માથું ખંજવાળતા રહી ગયા. બાળક સાઇકલ ઉપર બાઈકની ટાંકી લઈને આવ્યો. આ જોઈને પેટ્રોલ પંપના લોકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા.

ઘણી વખત એવું બને છે કે બાઇકનું પેટ્રોલ સમાપ્ત થઈ જાય છે અને આપણે તેને પેટ્રોલ પંપ પર પણ લઈ જઈ શકતા નથી. આ પછી તમે પેટ્રોલ પંપ પરથી બોટલ અથવા બોક્સમાં પેટ્રોલ લાવતા હશો. પરંતુ પેટ્રોલ પંપ પર લખેલું હતું કે બોટલ કે બોક્સમાં પેટ્રોલ મળશે નહીં. જે બાદ એક છોકરાએ પેટ્રોલ લઈ જવા માટે અનોખો જુગાડ કર્યો. છોકરો બાઇકની ટાંકી ખોલી અને તેને સાઇકલ પાછળ લાવીને પેટ્રોલ પંપ પર લાવ્યો. તેનો જુગાડ જોઈને પેટ્રોલ કર્મચારી પણ હસી પડ્યો.

પેટ્રોલ પંપ પર હાજર કોઈ વ્યક્તિએ આ ઘટનાનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો. આ વીડિયો હવે ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને @Raajeev_Chopraના નામથી ટ્વિટર પર શેર કરવામાં આવ્યો છે. વીડિયો પર કેપ્શન લખ્યું છે, “અને ના આપો બોટલમાં પેટ્રોલ” આ વાયરલ વીડિયોને અત્યાર સુધીમાં 3 લાખથી વધુ લોકો જોઈ ચૂક્યા છે.આ ઉપરાંત ઘણા લોકોએ લાઈક કર્યો છે અને યુઝર્સ આ વીડિયો ઉપર મજેદાર પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે.

Niraj Patel