સુરતમાં અબજોપતિની 9 વર્ષની દીકરીએ લીધી દીક્ષા, હાથી-ઘોડા સાથે હજારો લોકો જોડાયા સમારોહમાં, કહ્યુ- સિંહનું સંતાન છું અને સિંહની જેમ દીક્ષા લઈ રહી છું…

સન્યાસ લેતી 9 વર્ષની દીકરી બોલી-હું સિંહની જેમ દીક્ષા લઉં છું…100 કરોડ કમાતા બિઝનેસમેનની દીકરીએ દીક્ષા લીધી, ચાર હાથી, 20 ઘોડા, 11 ઊંટ…જુઓ તસવીરો

જે ઉંમરમાં બાળકો રમે છે, મસ્તી કરે છે, ટીવી જુએ છે અને ખૂબ ચટાકા લઇને પોતાનું મનપસંદ ખાવાનું ખાય છે તે ઉંમરે ગુજરાતના સુરતમાં એક 9 વર્ષની દીકરીએ બધુ ત્યાગી દીક્ષા લઇ લીધી. તમને સાંભળવામાં ઘણુ અજીબ લાગશે પણ આ વાત બિલકુલ સાચી છે. કરોડપતિ હીરા વેપારીની 9 વર્ષની દીકરીએ બધુ છોડી દીક્ષા ગ્રહણ કરી લીધી. સિરોહીના હીરાના વેપારીની પુત્રીએ સુરતમાં તમામ સુખ-સુવિધાઓ છોડીને માત્ર 9 વર્ષની વયે સંસાર ત્યાગી સંયમનો માર્ગ અપનાવી લીધો.

મંગળવારે સુરતમાં હીરાના વેપારી ધનેશ સંઘવીની પુત્રી દેવાંશીનો દીક્ષા ગ્રહણ સમારોહ યોજાયો. તેની હાથી, ઘોડા અને ઊંટ સાથે ભવ્ય વર્ષીદાન યાત્રા નીકળી હતી. ધનેશ સંઘવી ‘સંઘવી એન્ડ સન્સ’ કંપની ચલાવે છે. જેનું ટર્નઓવર કરોડોમાં છે અને સાથે જ તે સુરતની સૌથી જૂની હીરા ઉત્પાદક કંપનીઓમાંની એક છે.

ધનેશનો આખો પરિવાર સાદગીપૂર્ણ જીવન જીવે છે. ધનેશ સંઘવી તેના પિતાનો એકમાત્ર પુત્ર છે અને તેને બે પુત્રી દેવાંશી અને કાવ્યા છે. ધનેશ સંઘવી, તેમની પત્ની અમીબેન અને બંને પુત્રીઓ ધાર્મિક સૂચનાઓ અનુસાર સાદી જીવનશૈલીનું પાલન કરે છે. દેવાંશીએ ક્વિઝમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. આ સાથે તે સંગીત, ભરતનાટ્યમ અને યોગના તમામ રાગોમાં ગાવાનું પણ શીખી છે. દેવાંશીએ ક્યારેય ટીવી જોયું નથી.

તે હિન્દી, અંગ્રેજી, સંસ્કૃત, મારવાડી અને ગુજરાતી પાંચ ભાષાની જાણકાર પણ છે. દેવાંશીએ અત્યાર સુધીમાં 357 દીક્ષા, 500 કિલોમીટરની પદયાત્રા, તીર્થયાત્રા અને જૈન ધર્મગ્રંથોનું વાંચન કર્યું છે. દોઢ વર્ષની ઉંમરથી દેવાંશીએ ગુરુ ભગવંતો સાથે રહેવાનું શરૂ કર્યું હતું. તે દર મહિને દસ દિવસ ગુરુ ભગવંતો સાથે રહેતી. વિદાય સમારોહમાં સંવેદના વખતે તેણે કહ્યું હતું કે હું સિંહનું સંતાન છું…અને સિંહની જેમ દીક્ષા લઈ રહી છું..અને સિંહની જેમ જ દીક્ષા જીવન જીવવાના મારા ભાવ છે.

દેવાંશીની દીક્ષા 14મી જાન્યુઆરીથી જ શરૂ થઈ હતી. ગત બુધવારે 35000 લોકોની હાજરીમાં તેણે જૈન ધર્મની દીક્ષા ગ્રહણ કરી હતી. રાજકુમારીની જેમ રહેતી દેવાંશી સંયમના માર્ગે ચાલી અને વાળ પણ મુંડાવ્યા. દેવાંશીના દીક્ષા સમારોહમાં 4 હાથી, 11 ઊંટ અને 20 ઘોડા પણ સામેલ હતા. દેવાંશીએ બે વર્ષની ઉંમરે ઉપવાસ, 6 વર્ષની ઉંમરે વિહાર અને 7 વર્ષની ઉંમરે પૌષધ કર્યા છે.

આ ઉપરાંત તેણે જીવનકાળમાં મોબાઇલનો ઉપયોગ નથી કર્યો અને ટીવી-થિયેટર પણ નિહાળ્યા નથી. આટલી ઉંમરમાં તેણે 10-12 નહીં, પણ પૂરી 367 દીક્ષાનાં દર્શન કર્યાં છે. વૈરાગ્ય શતક અને તત્ત્વાર્થના અધ્યાય જેવા અનેક મહાગ્રંથો તેને કંઠસ્થ છે. આ સિવાય અનેક જૈનગ્રંથોનું તેણે વાંચન કર્યું છે. દેવાંશીનાં માતા-પિતાએ જણાવ્યું હતું કે તેમની દીકરીએ ક્યારેય ટીવી નથી જોયું અને જૈન ધર્મમાં પ્રતિબંધિત વસ્તુઓનો ક્યારેય ઉપયોગ પણ નથી કર્યો નથી.

આ ઉપરાંત તેણે અક્ષરો લખેલાં કપડાં પણ નથી પહેર્યા. તેણે માત્ર ધાર્મિક શિક્ષણમાં જ નહીં, પરંતુ ક્વિઝમાં પણ ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. જ્યારે દેવાંશી 8 મહિનાની હતી ત્યારે તેણે દરરોજ ત્રિકાલ પૂજન શરૂ કર્યું. તે 1 વર્ષની થઈ ત્યારથી રોજ નવકાર મંત્રનો જાપ કરતી.

Shah Jina