બીજા લગ્ન પછી દિયાની સુંદરતા વધી ગઈ, જુઓ એરપોર્ટ પર ક્યૂટ અવતારમાં સ્પોટ થઇ
બોલિવુડ અભિનેત્રી દીયા મિર્ઝાને લગ્નના 4 દિવસ બાદ મુંબઇ એરપોર્ટ પર સ્પોટ કરવામાં આવી હતી. ખૂબ જ સિમ્પલ અંદાજમાં ખૂબસુરત લાગી રહી હતી દીયા મિર્ઝા…
અભિનેત્રી દીયા મિર્ઝાએ 15 ફેબ્રુઆરીના રોજ બિઝનેસમેન બોયફ્રેન્ડ વૈભવ રેખી સાથે લગ્ન કર્યા હતા. દીયા અને વૈભવના બંનેના આ બીજીવારના લગ્ન હતા.
View this post on Instagram
દીયા મિર્ઝા એરપોર્ટ પર સ્પોટ થઇ ત્યારે ખબહ જ સુંદર લાગી રહી હતી. તે ખૂબ જ સિંપલ લુકમાં નજરે પડી હતી. તેમજ ત્યાં હાજર પેપરાજીએ તેમની ઘણી તસ્વીરો ક્લિક કરી હતી.
લગ્ન બાદ દીયા શુક્રવારે મુંબઇ એપરપોર્ટ સ્પોટ થઇ હતી. આ દરમિયાન તે ખૂબ જ સુંદર લાગી રહી હતી. તેણે બ્લુ અને વ્હાઇટ કલરન ડ્રેસ કેરી કર્યો હતો. તેના હાથમાં લગ્નનો ચૂડો ન હતો અને માથામાં સિંદૂર પણ ન હતુ. તેમજ આ સાથે તેમના પતિ વૈભવ રેખી પણ જોવા મળ્યા ન હતા.
તમને જણાવી દઇએ કે, દીયાએ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરી તેના લગ્નને સ્પેશિયલ જણાવ્યા હતા. દીયાએ જણાવ્યુ કે, તેના લગ્ન તે જગ્યા પર થયા જયાં તે 19 વર્ષથી રહે છે. તેણે કહ્યુ કે, તેને ગર્વ છે કે, કોઇ પ્લાસ્ટિકનો ઉપયોગ અને બીજી કોઇ પણ વસ્તુનો બગાડ કર્યા વગર લગ્ન થયા. સજાવટ માટે જે પણ સામાનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તે બાયોડિગ્રેબલ હતો.
તમને જણાવી દઇએ કે, 39 વર્ષિય દીયાએ બીજા લગ્ન કર્યા છે. ત્યાં તેના પતિ વૈભવના પણ આ બીજા લગ્ન છે. વર્ષ 2019માં તેણે તેના પૂર્વ પતિ સાહિલ સાંઘા સાથે છૂટાછેડા લીધા હતા. દીયાએ વર્ષ 2014માં સાહિલ સાથે લગ્ન કર્યા હતા.
View this post on Instagram
બોલિવુડની એક જમાનાની સુંદર અભિનેત્રી દીયા મિર્ઝાએ પોતાના તમામ ફેન્સને વર્ષ 2021ની સૌથી મોટી સરપ્રાઈઝ આપી દીધી છે ફેન્સ આ લગ્નને લઈને ઘણા ઉત્સાહિત છે અને આ નવા કપલને ઘણી શુભકામનાઓ આપી રહ્યા છે. આ ખાસ પ્રસંગે દીયાની ફર્સ્ટ લવ સ્ટોરીને પણ યાદ કરવામાં આવી રહી છે.
View this post on Instagram