બૉલીવુડ અભિનેત્રી દિયા મિર્ઝા ઉપર તૂટ્યો દુઃખોનો પહાડ, નાની ઉંમરમાં પરિવારના આ સદસ્યના નિધનથી તૂટી ગઈ અભિનેત્રી, શેર કરી ભાવુક કરી દેનારી પોસ્ટ

છેલ્લા થોડા સમયથી બૉલીવુડ જગતમાંથી એક પછી એક દુઃખદ ખબર સામે આવી રહી છે, “ભાભીજી ઘર પે હે”ના અભિનેતા દીપેશ ભાનના નિધન બાદ ગુજરાતી અભિનેતા રસિક દવેના નિધનના સમાચારે ચાહકોને મોટો આઘાત પહોચાવ્યો હતો, ત્યારે હવે વધુ એક દુઃખદ ખબર અભિનેત્રી દિયા મિર્ઝાના પરિવારમાંથી આવી રહી છે, તેના એકદમ નજીકના વ્યક્તિના નિધનથી અભિનેત્રી તૂટી ગઈ છે.

દિયા મિર્ઝાની ભત્રીજીનું નિધન થયું છે, જેના વિશે અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે. દિયા મિર્ઝાએ તેની પોસ્ટમાં મોતનું કારણ જણાવ્યું નથી, પરંતુ તેની ઇન્સ્ટાગ્રામ પોસ્ટ પરથી તે સમજી શકાય છે કે તે તેની ભત્રીજીની ખૂબ જ નજીક હતી અને તેના આ દુનિયાને અલવિદા કહેવાથી અભિનેત્રીને આઘાત લાગ્યો છે.

દિયા મિર્ઝાએ તેની ભત્રીજીની એક તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી છે. તસવીરમાં દિયાની ભત્રીજી હસતી જોવા મળે છે, જ્યારે અભિનેત્રીએ કેપ્શનમાં દિલને સ્પર્શી જાય તેવી વાત લખી છે. દિયાએ તેના કેપ્શનમાં લખ્યું, “મારી ભત્રીજી.. મારી બાળકી.. મારી જિંદગી.. હવે આ દુનિયામાં નથી. તમે જ્યાં પણ હોવ, તમને શાંતિ અને પ્રેમ મળે. તમે હંમેશા અમારા હૃદયમાં રહેશો. ઓમ શાંતિ.”

દિયા મિર્ઝાની પોસ્ટ પર પ્રતિક્રિયા આપતા, ચાહકો અને સેલેબ્સ શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. રિદ્ધિમા કપૂર સાહની અને સુનીલ શેટ્ટીએ હાથ જોડીને ટિપ્પણી કરી, જ્યારે ગૌહર ખાને હાર્ટ બ્રેક ઇમોજીસ સાથે ટિપ્પણી કરી. આ ઉપરાંત ઈશા ગુપ્તા, ભાવના પાંડે, શ્રેયા ધનવંતરીએ હાર્ટ ઇમોજી શેર કરી હતી. આ સિવાય ગુલ પનાગે કોમેન્ટમાં શ્રદ્ધાંજલિ આપી, જ્યારે સુઝૈન ખાનની બહેન ફરાહે લખ્યું, ‘આ ખૂબ જ દુઃખદ સમાચાર છે, તમે જ્યાં પણ હોવ ત્યાં ચમકતા રહો.’

સિયાસત ડેલીના અહેવાલ મુજબ, કોંગ્રેસ નેતા ફિરોઝ ખાનની સાવકી પુત્રી તાન્યા કાકડે સોમવારે સવારે તેના મિત્રો સાથે રાજીવ ગાંધી એરપોર્ટથી હૈદરાબાદ જઈ રહી હતી ત્યારે તેની કાર રસ્તા પરના ડિવાઈડર સાથે અથડાઈ હતી. અથડામણને કારણે ચારેયને ઈજાઓ થઈ હતી. તાન્યાનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.

 

View this post on Instagram

 

A post shared by Dia Mirza Rekhi (@diamirzaofficial)

નોંધનીય છે કે દિયા મિર્ઝાનું નામ તે અભિનેત્રીઓમાં સામેલ છે, જેમના ખાતામાં ભલે ઓછી ફિલ્મો આવી હોય, પરંતુ તેણે પોતાના અભિનયથી એક અલગ જ સ્થાન બનાવ્યું છે. દિયા મિર્ઝાની બોલિવૂડ ડેબ્યુ ફિલ્મ “રહેના હૈ તેરે દિલ મેં”ની ચર્ચા હજુ પણ થાય છે. દિયા મિર્ઝાએ ફિલ્મોની સાથે-સાથે વેબ સિરીઝમાં પણ કામ કર્યું છે અને તે ટૂંક સમયમાં રત્ના પાઠક, સંજના સાંઘી, ફાતિમા સના શેખ સાથે “ધક ધક”માં જોવા મળશે.

Niraj Patel