‘હમ હિંદુ રાષ્ટ્ર બનાએંગે’, બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીએ માગ્યો લોકોનો સાથ, સુભાષ ચંદ્ર બોઝનો પણ કર્યો ઉલ્લેખ

‘તુમ હમારા સાથ દો, હમ હિંદુ રાષ્ટ્ર બનાએંગે’, બાગેશ્વર ધામવાળા ધીરેન્દ્ર શાસ્ત્રીનું નવુ નિવેદન, કહ્યુ- બંગળીઓ પહેરી ઘરમાં ના બેસો

પોતાના નિવેદનો અને તથાકથિત ચમત્કાર બતાવવાના દાવા માટે હાલમાં ચર્ચામાં આવેલા બાગેશ્વર ધામના બાબા ધીરન્દ્ર શાસ્ત્રીએ નેતાજી સુભાષ ચંદ્ર બોઝની જયંતી પર એકવાર ફરી વિવાદિત નિવેદન આપી હંગામો મચાવ્યો છે. પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું કે નેતાજી સુભાષચંદ્ર બોઝનું સૂત્ર હતું ‘તુમ મુજે ખૂન દો મેં તુમ્હે આઝાદી દુંગા’ એવી જ રીતે હવે મારું પણ એવું જ સૂત્ર છે ‘તુમ હમારા સાથ દો, હમ હિંદુ રાષ્ટ્ર બનાએંગે’ આ સૂત્રને દેશભરમાં ફેલાવવા માટે લોકોએ એક થવું જોઈએ.

બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું કે માત્ર બાગેશ્વર ધામ પર જ આરોપો લગાવવામાં આવ્યા નથી, આ સમગ્ર હિંદુ ધર્મ સામે આંગળી ચીંધવાની વાત છે. એટલા માટે ભારતના લોકોએ ઘરની બહાર આવીને આનો જવાબ આપવો પડશે. આ પછી પણ જેઓ આગળ નહીં આવે તો તેઓ કાયર ગણાશે. ધીરેન્દ્ર શાસ્ત્રીએ તમામ લોકોને મોબાઈલ દ્વારા આ સ્લોગન આખા દેશમાં પહોંચાડવા અપીલ કરી હતી. ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું કે આ દેશમાં એવો કોઈ મહાપુરુષ નહોતો કે જેના પર કોઈ આરોપ ન હોય.

મીરાં હોય, રૈદાસ હોય, કબીર હોય કે તુલસીદાસ હોય બધાએ પરીક્ષા પાસ કરવી પડી હતી. બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું કે લોકો મને પૂછતા હતા કે બાબા શું ચમત્કાર કરે છે. હું આ વ્યાસપીઠમાંથી આવા તમામ લોકોને કહેવા માંગુ છું કે સૌથી મોટો ચમત્કાર એ થયો છે કે આજે આખા દેશના હિંદુઓ એક થઈ ગયા છે. ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું કે જો કોઈને બીજો ચમત્કાર જોવો હોય તો બાગેશ્વર ધામ સરકારના દરબારમાં આવે. ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું કે જો કોઈની અંદર સનાતની હિંદુની એક બુંદ પણ હોય તો તેને સમર્થન આપવું જોઈએ.

ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું કે તેઓ ક્યારેય નેતા નહીં બને અને ક્યારેય પોતાનો કોઈ પક્ષ બનાવશે નહીં. રાયપુરમાં શ્રદ્ધાળુઓને સંબોધતા ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું કે દેશના લોકોમાં રાષ્ટ્રીય ભાવના હોવી જોઈએ. તેમણે કહ્યું કે, “સનાતન ધર્મ પર સવાલ ઉઠાવવામાં આવ્યા છે અને તેથી તમામ હિંદુઓએ એક થવાની જરૂર છે. ભારતમાં સનાતન ધર્મને નિશાન બનાવવામાં આવી રહ્યો છે. તેથી હવે હું જાહેર કરું છું કે ભારત બિનસાંપ્રદાયિક નથી પરંતુ એક હિંદુ રાષ્ટ્ર છે. હવે હિન્દુઓએ કોઈનાથી ડરવાની જરૂર નથી.”

Shah Jina