ધીરેન્દ્ર શાસ્ત્રીનો જોવા મળ્યો અલગ અંદાજ ! દુલ્હન લપેટાઇ ધ્રુસકેને ધ્રુસકે રડી…તમે પણ કરશો બાગેશ્વર બાબાના વખાણ

ધીરેન્દ્ર શાસ્ત્રીને લપટીને વિદાયમાં રડી બહેન, બાગેશ્વર ધામમાં 156 કન્યાઓના વિવાહ, બધા દુલ્હાને આ ધમાકેદાર ગિફ્ટ આપી, જુઓ

છત્તરપુર જિલ્લાના બાગેશ્વર ધામ ખાતે 156 ગરીબ કન્યાઓના લગ્નનું તાજેતરમાં જ આયોજન કરવામાં આવ્યુ હતુ, આ દરમિયાન બાબા બાગેશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી પિતા અને ભાઇના રોલમાં જોવા મળ્યા હતા. તેમણે પોતે ગેટ પર ઉભા રહીને વરરાજાને આવકાર્યા હતા. મહાશિવરાત્રીના દિવસે બાગેશ્વર ધામ યાત્રાધામ ખાતે 156 ગરીબ દીકરીઓના લગ્ન ધામધૂમથી કરવામાં આવ્યા હતા.

જ્યારે વર-કન્યા લગ્ન મંડપમાં આવી રહ્યા હતા ત્યારે ધીરેન્દ્ર શાસ્ત્રી પોતે તેમનું સ્વાગત કરવા ઉભા થયા હતા. તેમણે દરેકને આવકર્યા અને આ દરમિયાન કેટલીક ઈમોશનલ પળો પણ જોવા મળી. જ્યારે ધીરેન્દ્ર શાસ્ત્રી દુલ્હનોને આશીર્વાદ આપી રહ્યા હતા ત્યારે કેટલીક દુલ્હન ઈમોશનલ થઈ ગઈ હતી અને તે ધીરેન્દ્ર શાસ્ત્રીને લપટીને રડવા લાગી હતી. જો કે, આ સમયે બાબા બાગેશ્વરે તેમને સાંત્વના આપી હતી.

જણાવી દઈએ કે આ દીકરીઓ ગરીબ પરિવારની હતી. તેમાંથી કેટલીક દીકરીઓના તો માતા-પિતા પણ નથી. બાબા બાગેશ્વરે આવી દીકરીઓના લગ્ન ખૂબ જ ધામધૂમથી કરાવ્યા. સ્વાગત દરમિયાન બાબા બાગેશ્વરની મૈત્રીપૂર્ણ શૈલી જોવા મળી હતી, તેમણે વરરાજાના ફોનમાં સેલ્ફી પણ લીધી હતી. આ દ્રશ્ય લોકો જોતા જ રહી ગયા હતા.

બાગેશ્વર ધામ તીર્થ ખાતે પાંચમું સમૂહ લગ્ન સંમેલન સંપન્ન થયું. લગ્ન માટેની તૈયારીઓ છેલ્લા કેટલાય દિવસોથી ચાલી રહી હતી. બાઈક, સોફા, બેડ, ફ્રીજ, કલર ટીવી સહિતની અનેક વસ્તુઓ દીકરીઓને ભેટ સ્વરૂપે આપવામાં આવી છે. લગ્ન માટે દુલ્હનોને તૈયાર કરવાની જવાબદારી પણ ધામની જ હતી.

બાગેશ્વર ધામના પીઠાધીશ્વર પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ કહ્યું કે આ વર્ષે એટલે કે 2024ના લગ્નોત્સવની સમગ્ર ઉજવણી મંદિરમાં ચઢવાવાળી ચઢોતરી સાથે પૂર્ણ થઈ. આગામી વર્ષ એટલે કે 2025માં મોટરસાઈકલ આપવાને બદલે યુગલોની સંખ્યામાં વધારો કરવામાં આવશે,

કારણ કે સામગ્રી પર ખર્ચ કરવામાં આવેલી રકમથી ઘણી ગરીબ છોકરીઓના લગ્ન સંપન્ન થઈ શકે છે, આથી આવતા વર્ષે 251 ગરીબ દીકરીઓના લગ્ન કરાવવામાં આવશે.

Shah Jina