‘હમ આપકે હૈ કોન’ : શું છે જયા કિશોરી અને ધીરેન્દ્ર શાસ્ત્રી વચ્ચેનો સંબંધ ? શું ક્યારેય પણ થઇ છે મુલાકાત

જયા કિશોરી અને ધીરેન્દ્ર શાસ્ત્રી વચ્ચે શું સંબંધ છે? જાણો અંદરની વાત

મોટિવેશનલ સ્પીકર જયા કિશોરી અને બાગેશ્વર ધામના પંડિત ધીરેન્દ્ર કૃષ્ણા શાસ્ત્રી વચ્ચે સંબંધોને લઇને કેટલીક અલગ અલગ અફવાઓ ઉડી ચૂકી છે. બંનેના લગ્નને લઇને પણ સોશિયલ મીડિયામાં અફવાઓ ઉડી હતી. જો કે, બંને આ વાતને ખારિજ કરી ચૂક્યા છે. ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ આને મિથ્યા ગણાવતા કડક શબ્દોમાં ચેતવણી પણ આપી છે. બીજી તરફ જયા કિશોરીએ પણ સ્પષ્ટ કર્યુ હતુ કે તે હાલ લગ્ન કરવા નથી જઇ રહી.

તેમ છત્તાં પણ અનેત સવાલ હજી પણ અનુત્તરિત છે. સોશિયલ મીડિયામાં જયા કિશોરીએ અને ધીરેન્દ્ર શાસ્ત્રીના લગ્નની અફવા ઉડી હતી. આ બાબતે જ્યારે ધીરેન્દ્ર શાસ્ત્રીને સવાલ કરવામાં આવ્યો તો તેમણે આ વાતને મિથ્યા ગણાવી અને ખારિજ કરી દીધી. જયા કિશોરીએ પણ સ્પષ્ટ શબ્દોમાં કહ્યુ હતુ કે તે હાલ લગ્ન નથી કરી રહી. જયા કિશોરીએ ઘણા મોકા પર લગ્ન સાથે જોડાયેલ સવાલોના જવાબ આપ્યા છે.

બાગેશ્વર ધામના ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીને જ્યારે જયા કિશોરીને લઇને સવાલ કરવામાં આવ્યો તો તેમણે મોટિવેશનલ સ્પીકરને બહેન સમાન ગણાવી. આ સાથે જ પ્રેમ, લગ્ન જેવી અફવાઓની હવા નીકળી ગઇ. શું જયા કિશોરીની બાગેશ્વર ધામના પીઠાધીશ્વર પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી સાથે ક્યારેય મુલાકાત થઇ છે ? તો આ સવાલ પર યુવા કથાવાચિકાએ જણાવ્યુ કે, તે ધીરેન્દ્ર શાસ્ત્રીને ક્યારેય મળી નથી અને ના તો તેમના સાથે ક્યારેય તેની વાત થઇ છે.

જયા કિશોરીએ ટીવી પર તેમની વિશે જોયુ અને સાંભળઅયુ છે. જયા કિશોરીએ કથાવાચિકા અને મોટિવેશનલ સ્પીકર તરીકે સારી એવી લોકપ્રિયતા હાંસિલ કરી છે. આ સિવાય તે વર્ચુઅલ રીતે પણ લોકો સાથે મુખાતિબ થતી રહે છે. સોશિયલ મીડિયા સાઇટ્સ પર તેના ફોલોઅર્સ પણ લાખોમાં છે. એવામાં તેનો પ્રભાવ અને તેની લોકપ્રિયતાનો અંદાજ લગાવી શકાય છે.

Shah Jina