ક્રાઇમ પેટ્રોલથી પણ વધારે ટ્વિસ્ટ છે આ કહાનીમાં ! નોકર સાથે ઇશ્ક લડાવી બેઠી બિઝનેસમેનની પત્ની, પછી પતિ સાથે કરી એવી દર્દનાક હરકત કે…

નોકર અને લફરાબાજ સ્વરૂપવાન શેઠાણી વચ્ચે ઇલુ ઇલુ, મોટી મોટી ફિલ્મોને ટક્કર આપે એવી ખતરનાક સત્ય ઘટના આવી સામે…

પરણિત હોવા છત્તાં પણ કોઇ બીજા સાથે ઇશ્ક ફરમાવો કે સંબંધ બાંધવો એ આગળ જઇને કોઇ ગુનાને જન્મ આપવો છે. જ્યાં પ્રેમી પંખીડાઓ પોતાના સંબંધમાં એટલા ડૂબી જાય છે કે તે પ્રેમી સાથે મળીને હત્યા સુધીના કાવતરા રચી દેતા હોય છે. આવો જ એક ભયાનક કિસ્સો ઝારખંડના ધનબાદમાંથી સામે આવ્યો છે. જ્યાં એક વેપારીની પત્નીને તેના પતિ સાથે કામ કરતા નોકર સાથે પ્રેમ થઈ ગયો. તે નોકરના પ્રેમમાં એટલી મગ્ન થઇ ગઇ હતી કે તેણે તેના પતિને મારી નાખ્યો. આ ઘટનાને અંજામ આપવા માટે બંનેએ એવું કાવતરું ઘડ્યું કે મૃતક પોતે જ તેમાં ફસાઈ ગયો.

પ્રતિકાત્મક તસવીર

આ મામલો ધનબાદ જિલ્લાના સદર પોલીસ સ્ટેશન વિસ્તારનો છે. જ્યાં 26 માર્ચે પાન-મસાલાના વેપારી મુકેશ પંડિતની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ મામલાની તપાસ કરતા પોલીસે ચોંકાવનારો ખુલાસો કર્યો હતો. આ હત્યાને અન્ય કોઈએ નહીં પરંતુ મૃતકની પત્ની નીલમ દેવીએ તેના પ્રેમી એટલે કે પતિના નોકર ઉજ્જવલ શર્મા સાથે મળીને અંજામ આપ્યો હતો. પોલીસે નીલમ અને તેના પ્રેમી ઉજ્જવલની ધરપકડ કરી છે. આ કેસનો ખુલાસો કરતા ધનબાદના એસએસપીએ જણાવ્યું કે મૃતક મુકેશ પંડિત દામોદરપુરના સોમનગરમાં તેના પરિવાર સાથે રહેતો હતો.

તેમની બાજુમાં ઉજ્જવલ શર્મા રહે છે જે મુકેશની દુકાન પર કામ કરતો હતો. નોકર હોવાથી ઉજ્જવલે મુકેશના ઘરે આવવા-જવાનું રહેતુ હતુ. આ દરમિયાન ઉજ્જવલ અને નીલમ વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો. એટલું જ નહીં બંનેએ સાથે જીવન જીવવાનો નિર્ણય પણ લીધો હતો. પરંતુ મહિલાનો પતિ તેમના માર્ગમાં અવરોધ બની રહ્યો હતો. તેને દૂર કરવા માટે બંનેએ તેની હત્યા કરવાનો પ્લાન બનાવ્યો હતો.મૃતકની પત્ની અને તેના પ્રેમી ઉજ્જવલે મળીને મુકેશને હની ટ્રેપમાં ફસાવ્યો હતો. આ માટે ફેસબુક પર ફેક આઈડી એટલે કે છોકરીના નામે એકાઉન્ટ બનાવી મુકેશ સાથે મિત્રતા કરી હતી.

ઉજ્જવલે મેસેન્જર દ્વારા મુકેશ સાથે વાત કરવાનું શરૂ કર્યું અને ઉજ્જવલે પ્રેમનું નાટક પણ કર્યું. ત્યારપછી 25 માર્ચની રાત્રે ઉજ્જવલે એક યુવતી તરીકે મુકેશને મળવા માટે દામોદરપુર ફૂટબોલ ગ્રાઉન્ડ પર બોલાવ્યો હતો. પરંતુ જ્યારે મુકેશે ઉજ્જવલને સામે જોયો તો તે આશ્ચર્યચકિત થઈ ગયો. ત્યારબાદ આરોપીએ મુકેશને છાતી પર ગોળી મારીને તેની હત્યા કરી હતી. પોલીસે શંકાના આધારે બંનેની પૂછપરછ કરતાં સમગ્ર મામલો સામે આવ્યો હતો. બંનેએ પોતાનો ગુનો કબૂલી લીધો છે.

Shah Jina