પતિ ચહલ અને RR ટીમની મોટી સફળતા બાદ ધનશ્રી વર્માએ શેર કરી ઢગલાબંધ તસવીરો, સાઉથ એક્ટ્રેસની જોવા મળી ઝલક

IPL 2024ની એલિમિનેટર મેચ રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાઈ હતી. આ મેચમાં રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજુ સેમસને ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરતા RCBની ટીમે રાજસ્થાન રોયલ્સ ટીમને 173 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જેને રાજસ્થાનની ટીમે 6 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો.

રાજસ્થાન રોયલ્સ માટે રિયાન પરાગ અને યશસ્વી જયસ્વાલે સારું પ્રદર્શન કર્યું હતું. રાજસ્થાન રોયલ્સ તરફથી યશસ્વી જયસ્વાલે 45 રન, રિયાગ પરાગે 36 રન અને શિમરોન હેટમાયરે 26 રનનું યોગદાન આપ્યું હતું. આ ખેલાડીઓના કારણે જ રાજસ્થાનની ટીમ મેચ જીતવામાં સફળ રહી હતી.

આરસીબી તરફથી મોહમ્મદ સિરાજે બે વિકેટ ઝડપી હતી. આ મેચ જીતીને રાજસ્થાન રોયલ્સે ક્વોલિફાયર-2માં જગ્યા બનાવી લીધી છે, હવે શુક્રવારે તે સનરાઇઝર્સ હૈદરાબાદ સામે ફાઇનલમાં પહોંચવા માટે રમશે. ત્યારે આ વચ્ચે રાજસ્થાન રોયલ્સના ખેલાડી યુઝવેન્દ્ર ચહલની પત્ની ધનશ્રી વર્માએ એક પોસ્ટમાં કેટલીક તસવીરો અને વીડિયો શેર કર્યા છે.

જેમાંથી એક વીડિયોમાં યુઝી ચહલની પાછળની સાઇડથી ઝલક જોવા મળી રહી છે. આ ઉપરાંત એક તસવીરમાં ધનશ્રી સાઉથ એક્ટ્રેસ સાંઇ પલ્લવી સાથે પણ જોવા મળી રહી છે. આ તસવીરના કેપ્શન પરથી એવું લાગી રહ્યુ છે કે ધનશ્રીની આ તસવીરો ચેન્નાઇની છે.

Shah Jina