માલદીવની અંદર બીજીવાર હનીમૂન મનાવી રહ્યા છે ચહલ અને ધનશ્રી, પત્ની ધનશ્રીનો આ લુક તમે ક્યારેય નહિ જોયો હોય

ભારતીય ટીમના સ્પિનર બોલર યુજવેન્દ્ર ચહલ તેની રમતના કારણે હંમેશા ચર્ચામાં રહેતો હોય છે, પરંતુ છેલ્લા કેટલાય સમયથી કેમેરાની નજર ચહલ ઉપર હંમેશા છવાયેલી રહેતી હોય છે. કારણ કે ચહલના લગ્ન બાદ તે લાઇમ લાઇટમાં છવાઈ ચુક્યો છે.

 

ધનશ્રી સાથે લગ્ન કર્યા બાદ ચહલ સોશિયલ મીડિયામાં ચર્ચામાં છવાયેલો રહે છે. તો તેની પત્ની ધનશ્રી પણ હવે સેલેબ્રીટી બની ગઈ છે. સોશિયલ મીડિયામાં પણ તેને 3.1 મિલિયન કરતા પણ વધારે લોકો ફોલો કરે છે.

ચહલ અને ધનશ્રી લગ્ન બાદ હનીમૂન મનાવવા માટે દુબઇ ગયા હતા, અને ત્યારબાદ હાલમાં તેઓ માલદીવની અંદર બીજું હનીમૂન મનાવી રહ્યા છે. આ દરમિયાન ત્યાંથી ધનશ્રી તસવીરો પણ શેર કરતી રહે છે અને આ તસવીરો પણ ઇન્ટરનેટ ઉપર ધમાલ મચાવી દે છે.

ધનશ્રીએ હાલમાં જ શેર કરેલી તસવીરો સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઇ રહી છે, જેમાં તેનો એક અલગ અંદાજ જોવા મળી રહ્યો છે. ચાહકો પણ તેની આ તસ્વીરોને ખુબ જ પસંદ કરી રહ્યા છે.

માલદિવનાં સરસ મજાના દરિયાની અંદર ધનશ્રીએ કેટલીક તસવીરો ક્લિક કરાવી છે. આ તસવીરો ખરેખર ખુબ જ શાનદાર અને અકલ્પનિય છે.

આ તસ્વીરોને ફોટોગ્રાફર Chunky Mathew દ્વારા ક્લિક કરવામાં આવી છે. ધનશ્રીએ પોતાના ઇન્સ્ટાગ્રામ ઉપર આ તસવીરો શેર કરવાની સાથે ફોટોગ્રાફરને પણ ટેગ કર્યો છે.

આ તસવીરો શેર કરવાની સાથે ધનશ્રીએ એક શાનદાર કેપશન પણ આપ્યું છે, તેને લખ્યું છે કે, “જયારે તમે સમુદ્રની અંદર ક્રિએટિવ થઇ જાવ છો.”

 

યૂજ઼વેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્મા બંને હાલમાં માલદીવ્સના ખુબ જ સુંદર ફેસડુ આઇલેન્ડના ડેબ્યુ માલદીવ રિસોર્ટમાં રોકાયા છે. આ કપલ સતત પોતાના હનીમૂનની તસવીરો સોશિયલ મીડિયામાં શેર કરતા રહે છે.

ચહલની પત્ની ધનશ્રી વર્મા વ્યવસાયે એક યુટ્યુબર અને કોરિયોગ્રાફર છે. તે સોશિયલ મીડિયામાં પોતાના ડાન્સ વીડિયો પણ શેર કરતી રહે છે.

ચહલ અને ધનશ્રીના લગ્ન 22 ડિસેમ્બર 2020ના રોજ થયા હતા. લગ્ન બાદ તે બંને દુબઈમાં હનીમૂન મનાવવા ગયા હતા અને હવે 2 મહિના બાદ તેઓ માલદીવમાં બીજા હનીમૂનનો આનંદ માણી રહ્યા છે.

Niraj Patel