લોકસાહિત્યકાર દેવાયત ખવડના જામીન અંગે સૌથી મોટા સમાચાર, જાણો ઉત્તરાયણ જેલમાં થશે કે પછી મળશે જામીન…

ગત 7 ડિસેમ્બરના રોજ રાજકોટના સર્વેશ્વર ચોક નજીક લોકસાહિત્યકાર દેવાયત ખવડ અને તેના બે સાગરીતો દ્વારા મયુરસિંહ રાણા નામના વ્યક્તિ પર હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટના ત્યાં લાગેલા સીસીટીવીમાં પણ કેદ થઇ હતી અને તે બાદ પોલીસે તાત્કાલિક અસરથી આઇપીસીની કલમ 307 સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો. તે બાદ ખવડના રાજકોટ સ્થિત ઘર પર તપાસ કરવામાં આવી અને તે ત્યાં ન મળતા તેના મૂળ વતન દુધઈ ખાતે પણ તપાસ હાથ ધરવામાં આવી હતી.

જો કે, તે ત્યાં પણ મળી ન આવ્યા ત્યારે આ દરમિયાન દેવાયત ખવડ દ્વારા આગોતરા જામીન અરજી પણ કરવામાં આવી હતી. આ તે બાબતે કોર્ટ દ્વારા નિર્ણય આપવામાં આવે તે પેહલા જ ખવડ સામે ચાલીને ક્રાઈમ બ્રાન્ચ સમક્ષ હાજર થયા અને તે પછી તેના બે સાગરિતો કિશન કુંભારવાડીયા અને કાનો રબારી પણ એ ડિવિઝન પોલીસ સમક્ષ હાજર થયા હતા. ત્રણેયને એ ડિવિઝન પોલીસ દ્વારા રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા

કોર્ટ દ્વારા અઢી દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા. તે બાદ રિમાન્ડ પૂર્ણ થતા પોલીસ દ્વારા વધુ રિમાન્ડની માંગણી કરવામાં ન આવતા કોર્ટે તેમને જેલ હવાલે કર્યા હતા. ત્યારે ત્રણેક દિવસ પહેલા દેવાયત ખવડ દ્વારા સેશન્સ કોર્ટમાં જામીન માટે અરજી કરવામાં આવી હતી. જણાવી દઇએ કે, રાજકોટ સેશન્સ કોર્ટ દ્વારા ખવડ અને કાના રબારીની રેગ્યુલર જામીન અરજી નામંજૂર કરવામાં આવી છે.

આ પહેલા આ કેસના અન્ય આરોપી કિશન કુંભારવાડીયાના રેગ્યુલર જામીન નામંજૂર કરવામાં આવ્યા હતા. આ કેસમાં ત્રણેય આરોપીઓની રેગ્યુલર જામીન અરજી નામદાર કોર્ટ દ્વારા નામંજૂર કરવામાં આવી છે. ત્યારે હવે જો આરોપીઓને જેલમાં લાંબો સમય ન રહેવુ હોય તો હાઇકોર્ટમાં અપીલ કરવી પડશે.

Shah Jina