શાહનવાઝ શેખ સાથે પરણી જનાર ટીવીની ગોપી વહુનો ભાઈ થયો નારાઝ? સોશિયલ મીડિયા પર શેર કરી એક પોસ્ટ

ટીવીની સૌથી ચર્ચિત વહુ દેવોલિના ભટ્ટાચાર્જી આ દિવસોમાં તેના લગ્નને કારણે સતત ચર્ચામાં બનેલી છે. તેણે હાલમાં જ તેના જિમ ટ્રેનર શાહનવાઝ શેખ સાથે લગ્ન કર્યા છે. તેના આવી રીતે અચાનક લગ્ન કરવાથી તેના ચાહકો સાથે સાથે પરિવારવાળા પણ ચોંકી ગયા છે. દેવોલિનાએ ઘણી જ સિંપલ રીતે શાહનવાઝ સાથે લગ્ન કર્યા છે, લગ્ન થયા બાદ તેણે તેના દુલ્હાનો ચહેરો જાહેર કર્યો હતો.

જો કે, હવે લાગે છે કે દેવોલિનાનું આવું અચાનક લગ્ન કરવાનું પરિવારના સભ્યોને રાસ નથી આવ્યુ. એ ખુલાસો થયો છે કે દેવોલિનાના પરિવારના સભ્યો લગ્નમાં શા માટે હાજર ન હતા. દેવોલીનાના ભાઈ અનિદીપ ભટ્ટાચાર્જીએ હાલમાં સોશિયલ મીડિયા પર એક ક્રિપ્ટિક પોસ્ટ શેર કરી છે, જે હવે ચર્ચાનો વિષય બની છે. ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરતા ભાઈએ બહેનને તેની મન મરજી ચલાવવા સામે વાંધો ઉઠાવ્યો. તેણે લખ્યું કે ‘આત્મમુગ્ધ લોકો ફક્ત તે જ વિચારે છે જે તેમને આ ક્ષણે સારી લાગે છે.

તેમને બીજા કોઈ માટે કોઈ માન કે લગાવ નથી, પણ પછીથી તેઓ વિચારે છે કે તેમના પસંદ કરેલા સંબંધો કેમ સફળ ન થયા….? ધ્યાન રાખજો!’ અનિદીપ ભટ્ટાચાર્જીએ પોતાના સોશિયલ મીડિયા પર લખ્યું છે કે જે લોકો સેલ્ફ ઓબ્સેસ્ડ હોય છે તેઓ બીજાના સન્માનની પરવા કરતા નથી. તેઓ ફક્ત તે વસ્તુઓ વિશે જ વિચારે છે જે તેમને ખુશ કરે છે. જો કે અન્દીપે આ પોસ્ટમાં કોઈનું નામ નથી લીધું, પરંતુ સોશિયલ મીડિયા યુઝર્સ અનુમાન લગાવી રહ્યા છે કે તે તેની બહેન દેવોલીનાના લગ્નથી ખુશ નથી.

સોશિયલ મીડિયા પર અનદીપની પોસ્ટ પર ઘણી પ્રતિક્રિયાઓ આવી રહી છે. એક યુઝરે લખ્યું- ‘હું તમારી સ્થિતિ સમજી શકું છું, તમે તમારી જગ્યાએ બિલકુલ સાચા છો, તેને એક યા બીજા દિવસે ચોક્કસ પસ્તાવો થશે.’ જ્યારે એકે લખ્યું કે, ‘હું તમારી સાથે સહમત છું ભાઈ.’ દેવોલીનાએ તેના જીમ ટ્રેનર શાહનવાઝ સાથે ગુપચુપ રીતે અને એકદમ ખાનગી સમારોહમાં લગ્ન કર્યા હતા. લગ્ન બાદ સોશિયલ મીડિયા પર ફોટો શેર કરતા દેવોલિનાએ લખ્યું હતુ કે, ‘હા હવે હું ગર્વથી કહી શકું છું કે હું પરિણીત છું.

દીવો લઈને પણ શોધ્યો હોત તો તારા જેવો કોઈ ન મળ્યો હોત, તું મારા દર્દ અને મારી પ્રાર્થનાનો જવાબ છે. હું તને ખુબ જ પ્રેમ કરું છું આપ સૌને ખૂબ ખૂબ પ્રેમ. અમને તમારી પ્રાર્થનામાં યાદ રાખો. દેવોલીનાના પતિનું નામ શાહનવાઝ શેખ છે. શાહનવાઝ શેખ જીમ ટ્રેનર છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બંને જિમમાં મળ્યા હતા અને લગભગ બે-ત્રણ વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા.

Shah Jina