મયુર સિંહ પર ધોકાવાળી કરનાર દેવાયત ખવડે જેલમાંથી બહાર આવતા જ કર્યો મોટો ખુલાસો, જાણો શું શું કહ્યું

રાજકોટમાં મયુરસિંહ નામના યુવક પર ધોળા દિવસે હુમલો કરીને ફરાર થઇ જનાર લોકસાહિત્યકાર અને ડાયરા કલાકાર દેવાયત ખવડે 10 દિવસ ફરાર રહ્યા બાદ પોલિસ સમક્ષ સરેન્ડર કર્યું હતું, તે બાદથી તે જેલમાં હતો અને ત્યારે હવે 72 દિવસ બાદ દેવાયતની જામીન અરજી કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવી અને તે હવે બહાર આવી ગયો છે. પરંતુ જામીન સાથે કોર્ટ દ્વારા એક શરત પણ રાખવામાં આવી છે.

દેવાયતને 6 મહિના સુધી રાજકોટમાં નહિ પ્રવેશવાની શરતે જામીન આપવામાં આવ્યા છે. જણાવી દઈએ કે હુમલો કર્યા બાદ દેવાયત ભૂગર્ભમાં ઉતરી ગયો હતો. પોલીસ તેને શોધવા માટે તેના બંગલામાં પણ પહોંચી હતી પરંતુ ત્યાં તાળું હતું. આ ઉપરાંત તેના મોબાઈલ નંબર પણ બંધ હતા. ત્યારે આખરે 72 દિવસ બાદ રાણો રાણાની રીતે ફેમ ખવડની જેલમુક્તિ થઈ છે. ખવડ રાજકોટની મધ્યસ્થ જેલમાં બંધ હતો અને હાઇકોર્ટ દ્વારા છ મહિના સુધી રાજકોટમાં પ્રવેશ ન કરવાની શરતે જામીન આપવામાં આવ્યા છે.

આ જે શરત અનુસાર તે રાજકોટ સ્થિત પોતાના ઘરે પણ નહીં રહી શકે. ઉલ્લેખનીય છે કે, જેલમાંથી બહાર આવ્યા બાદ સૌથી પહેલા ખવડે જેલના પંટાગણમાં આવેલા માતાજીના મંદિરે શીશ ઝૂકાવ્યું હતું. તે બાદ તેણે મીડિયા સાથેની વાતચીત કરી અને આ દરમિયાન તેણે પોતાના અઢારે વર્ણના ચાહક વર્ગ અને માતાજીનો આભાર માન્યો. તે બાદ તેણે અમૃત ઘાયલની રચનાથી મીડિયા સાથે પોતાની વાતચીત શરૂ કરી.

તેણે અમૃત ઘાયલની રચના કહેતા શેર કહ્યો કે, જેમની સંસારમાં વસમી સફર હોતી નથી, તેમને શું છે જિંદગી તેની ખબર હોતી નથી. આ ઉપરાંત તેણે કહ્યુ કે, આગામી સમયમાં તે કેટલાક ખુલાસા કરશે અને સમય આવ્યે જવાબ આપશે. ત્યારે હવે એ જોવાનું રહ્યુ કે આગામી સમયમાં ખવડ કયા ખુલાસાઓ કરે છે.

Shah Jina