આ કાકાએ ટ્રેકટર પાછળ લારી ગલ્લા લઇ જવા માટે વાપર્યો એવો જુગાડ કે જોઈને લોકો પણ બોલ્યા, “ઓહો.. આ તો આવી ગઈ બુલેટ ટ્રેન..” જુઓ વીડિયો

આ કાકાએ તો ટ્રેકટરને જ બનાવી દીધી રેલગાડી, ટ્રેકટર પાછળ જોડ્યા એટલા બધા લારી ગલ્લા કે લોકો જોતો જ રહી ગયા, જુઓ વીડિયો

આપણા દેશની અંદર તમને ગામે ગામ અને ગલીએ ગલીએ કોઈ દેશી જુગાડ કરનારું તો મળી જ જશે. જેમાં લોકો પાસે દરેક સમસ્યાના સમાધાન હોય છે અને આ સમસ્યાના સમાધાન જુગાડથી જ થતા હોય છે. ત્યારે ઇન્ટરનેટ પર પણ દેશી જુગાડના ઘણા બધા વીડિયો વાયરલ થતા હોય છે જેને જોઈને લોકો પણ હક્કાબક્કા રહી જતા હોય છે, ત્યારે હાલ એક કાકાના જુગાડનો વીડિયો વાયરલ થયો છે, જેમાં તે ટ્રેકટર સાથે એવું કરે છે જેને જોઈને તમને બુલેટ ટ્રેન યાદ આવી જશે.

થોડીક સેકન્ડની આ વાયરલ ક્લિપમાં આપણે જોઈ શકીએ છીએ કે એક કાકા રસ્તા પરથી ટ્રેક્ટર લઈ જઈ રહ્યા છે. પરંતુ ટ્રેક્ટરની પાછળ એટલી બધી લારીઓ અને ગલ્લાઓ જોડાયેલા છે કે આ દ્રશ્ય જોઈને બુલેટ ટ્રેન યાદ આવી જાય. હા, ગણતરી કરવા બેસો તો ટ્રેક્ટરની સાથે લગભગ 20 લારી ગલ્લાઓ ચાલતા જોવા મળશે, જે ટ્રેન જેવો અહેસાસ આપી રહ્યા છે.

આ જ કારણ છે કે સોશિયલ મીડિયા યુઝર્સ આ ‘ટ્રેક્ટર ટ્રેન’ પર બુલેટ ટ્રેનથી લઈને દેશી ભારતીય ટ્રેન પર ટિપ્પણી કરી રહ્યા છે. ઈન્સ્ટાગ્રામ પેજ its_panther_official પરથી 2 ઓક્ટોબરે આ વીડિયો શેર કરતી વખતે લખવામાં આવ્યું હતું “મેરે પાપા કી રેલ.” આ ક્લિપ ઈન્ટરનેટ પર ખુબ જ વાયરલ થઇ રહી છે.

આ વીડિયોને અત્યાર સુધીમાં એક કરોડ કરતા વધારે વ્યૂઝ અને લાખોથી  વધુ લાઈક્સ મળી ચૂકી છે. તેમજ હજારો યુઝર્સે તેના પર કોમેન્ટ કરી છે. એક વ્યક્તિએ લખ્યું કે ભાઈ બુલેટ ટ્રેન આવી છે. બીજાએ લખ્યું- આપણા દેશે ઘણી પ્રગતિ કરી છે. ત્રીજાએ ટિપ્પણી કરી – ભારતની નવી ટ્રેન. એકંદરે, ચાચાના જુગાડ જોઈને યુઝર્સ નવાઈ પામ્યા! જ્યારે ઘણા યુઝર્સ પોતાના હાસ્યને કાબૂમાં રાખી શકતા નથી.

Niraj Patel