ગરમીથી બચવા માટે આ વ્યક્તિ કુલર સાથે કર્યો એવો જુગાડ કે જોઈને તમે પણ કહેશો, “આને તો 21 તોપોની સલામી આપો ભાઈ..”

આપણા દેશની અંદર દરેક સમસ્યા માટે કોઈને કોઈ જુગાડ તો મળી જ જતો હોય છે. સોશિયલ મીડિયામાં આવા જુગાડને લઈને ઘણા બધા વીડિયો પણ વાયરલ થતા હોય છે, ત્યારે હાલ દેશભરમાં કાળઝાળ ગરમી પડી રહી છે અને આવી ગરમીનો સામનો કરવા માટે પણ ઘણા લોકો જુગાડનો સહારો લેતા હોય છે, ત્યારે હાલ એવા જ એક જુગાડનો વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

વાયરલ થઇ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે વ્યક્તિને એક રૂમમાંથી બીજા રૂમમાં હવા મળતી ન હતી. આ માટે તેણે કૂલરની આગળ મોટી અને લાંબી પોલિથીન મૂકી. આ જુગાડ સાથે ઠંડીની હવા સીધી રૂમમાં જવા લાગી. આવા જુગાડને જોઈને લોકોએ તેની મજાક ઉડાવવાનું શરૂ કર્યું, પરંતુ ઘણા લોકો એવા પણ છે જે તેના આ જુગાડના ખૂબ વખાણ પણ કરી રહ્યા છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે બહાર આંગણામાં કુલર ચાલી રહ્યું છે અને તેની હવા મોટી પોલિથીન દ્વારા સીધી બીજા રૂમમાં જઈ રહી છે. આ સાહસિક જુગાડ માટે ખૂબ જ તાળીઓ પડી રહી છે. સોશિયલ મીડિયા પર લોકો આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે. sombir_nirankari નામના એકાઉન્ટ દ્વારા આ વીડિયો ઇન્સ્ટાગ્રામ પર અપલોડ થતાં જ લોકોએ તેને ઘણો પસંદ કર્યો.

 

View this post on Instagram

 

A post shared by sombir nirankari (@sombir_nirankari)

ત્યારે હવે ગરમીને લઈને ઘણા બધા વીડિયો અને તસવીરો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થવા લાગશે, થોડા સમય પહેલા જ એક તસવીર સામે આવી હતી જેમાં એક ભાઈએ એસી લીધું અને બે રૂમની વચ્ચે દીવાલમાં મોટો હોલ કરીને આ એસી લગાવ્યું હતું, જેના બાદ હવે કુલરનો આ જુગાડ પણ લોકો ખુબ જ પસંદ કરી રહ્યા છે.

Niraj Patel