નારિયેળમાંથી પાણી કાઢવા માટે આ વ્યક્તિએ અપનાવ્યો એકદમ દેશી જુગાડ, એક ઝટકે આખા નારિયેળનું પાણી ભમમ દઈને બહાર, જુઓ વીડિયો

હાલ આખા દેશની અંદર કાળઝાળ ગરમી પડી રહી છે, ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, ત્યારે લોકો આ સમયે ઘરની બહાર નીકળતા જ ઠંડા પીણા પીવાનું પસંદ કરે છે, ઘણા હેલ્થનું ધ્યાન રાખતા લોકો નારિયેળ પાણી પણ પીવાનું પસંદ કરતા હોય છે, પરંતુ આપણે જોઈએ છીએ કે નારિયળમાંથી પાણી કાઢવા માટે કેટલી માથાકૂટ કરવી પડે છે, ત્યારે હાલ સોશિયલ મીડિયામાં નારિયળનું પાણી કાઢવા માટેનો એક દેશી જુગાડ વાયરલ થઇ રહ્યો છે.

‘જુગાડ’ એવો શબ્દ છે, જેના દ્વારા સૌથી મુશ્કેલ કામ પણ સરળતાથી કરી શકાય છે. જુગાડ ટેક્નોલોજી સંબંધિત વીડિયો સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા ખૂબ પસંદ કરવામાં આવે છે. જુગાડને લગતા વીડિયો આવતાની સાથે જ ઈન્ટરનેટની દુનિયામાં છવાઈ જાય છે. દેશી જુગાડ સાથે જોડાયેલા આવા જ કેટલાક વીડિયો આપણે ઈન્ટરનેટ પર જોયા છે, જેને જોયા પછી દિલ ખુશ થઈ જાય છે.

દેશી જુગાડ સાથે જોડાયેલો એક વીડિયો આજકાલ સોશિયલ મીડિયા પર ઘણી હેડલાઈન્સ બનાવી રહ્યો છે. આ વીડિયો જોયા પછી તમને મજા આવશે. વીડિયોમાં એક વ્યક્તિ દેશી જુગાડ દ્વારા માત્ર 2 સેકન્ડમાં નાળિયેરનું પાણી કાઢે છે. આ વિડીયો જોયા પછી મોટા મોટા એન્જીનીયરો પણ માથું ખંજવાળવા લાગશે. નારિયેળમાંથી પાણી કાઢવાનો જુગાડ કરનાર વ્યક્તિ પાસેથી માત્ર એક જ ઝાટકે નાળિયેરનું પાણી નીકળી ગયું.

 

View this post on Instagram

 

A post shared by Techzexpress (@techzexpress)

તમને જણાવી દઈએ કે નારિયેળ પાણી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે, પરંતુ આ કારણે લોકો તેને ઘણી વખત ખરીદતા નથી. કારણ કે તેનું પાણી કાઢવા માટે ઘણી મહેનત કરવી પડે છે. નારિયેળ પાણી શરીરને ઠંડક આપે છે. નારિયેળ પાણી એન્ટીઓક્સીડેન્ટ્સ અને વિટામિન્સથી ભરપૂર હોય છે. તે કુદરતી રીતે મીઠી અને હાઇડ્રેટિંગ પણ છે. આ સિવાય તેમાં ઘણા મિનરલ્સ અને પોષક તત્વો મળી આવે છે.

Niraj Patel