આ ખેડૂતે બાજરીના ખેતરમાં પક્ષીઓ ભગાડવા માટે લગાવ્યું એવું યંત્ર કે જુગાડ જોઈને લોકો આ ખેડૂતની કરી રહ્યા છે પ્રસંશા

આપણા દેશની અંદર જુગાડ કરવા વાળા લોકોની કોઈ કમી નથી, કોઈપણ સમસ્યા માટે આપણા દેશની અંદર કોઈને કોઈ જુગાડ મળી જ જતો હોય છે. અને આવા ઘણા જુગાડના વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ જતા હોય છે, ત્યારે હાલ એક ખેડૂતનો એવો જ એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેને પોતાનો પાક ના બગડે તે માટે થઇને એક અનોખો જુગાડ કર્યો છે.

ખેતી સાથે જોડાયેલા લોકોને ખબર જ હોય છે કે પાક બરબાદ થાય તો ખેડૂતની કેવી હાલત થાય છે. ઘણીવાર ખેતરની અંદર પક્ષીઓ, ગાય, ઘેટાં બકરા ઘુસી જાય છે અને પાકને બરબાદ પણ કરી નાખતા હોય છે. ઘણીવાર તેમને ભગાડવા માટે ખેતરમાં ખેડૂતને આખો દિવસ ઉભા રહેવું પડે છે. ઘણા લોકો ખેતરમાં ચાડિયો પણ લગાવે છે, છતાં પણ તે ખાસ ઉપયોગી નથી થતો.

ત્યારે વાયરલ વીડિયોની અંદર ખેડૂતે જે જુગાડ કર્યો છે તેને જોઈને તમે પણ માની જશો કે આ ખેડૂતે જે જુગાડ વાપર્યો છે તે કેટલો ઉપયોગી થઇ શકે છે. ખેતરમાં આવતા પક્ષીઓને રોકવા માટે ખેડૂત દ્વારા એક ઇન્ટર બનાવવામાં આવ્યું છે અને આ યંત્ર ખુબ જ કારગર સાબિત થતું પણ જોઈ શકાય છે.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

વાયરલ વીડિયોની અંદર જોઈ શકાય છે કે ખેડૂતે તેના ખેતરની અંદર એક લાકડા ઉપર પંખાના પાંખિયા બાંધ્યા છે અને તેની નીચે એક થાળી અને પાંખિયા ઉપર એક ચમચી બાંધી છે. જેમ જેમ પવન આવે છે તેમ તેમ પાંખિયા ફરે છે અને તેના ઉપર બાંધેલી ચમચી થાળીમાં અથડાયા છે જેના કારણે અવાજ ઉત્પન્ન થાય છે અને આ અવાજના કારણે જ પશુ પક્ષીઓ દૂર રહી શકે છે. સોશિયલ મીડિયામાં આ વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

Niraj Patel