કાકાએ બનાવી એવડી મોટી જલેબી કે લોકો જોઈને જ હક્કાબક્કા રહી ગયા, કહ્યું “આવડી મોટી તો ડાયનાસોર જ ખાઈ શકશે…” જુઓ વીડિયો

આવડી મોટી જલેબી તમે તમારી લાઈફમાં ક્યારેય નહિ જોઈ હોય, વીડિયો જોઈને જ મોઢામાં પાણી આવી જશે, જુઓ

સોશિયલ મીડિયામાં ખાણીપીણીની લઈને ઘણા બધા વીડિયો વાયરલ થતા હોય છે. જેમાં કેટલાક લોકો એવી એવી વાનગીઓ બનાવતા હોય છે કે તેને જોઈને આપણું દિમાગ પણ ચકરાવે ચઢી જાય, ખાસ કરીને લોકો એવી વાનગીઓ વધુ બનાવવા માંગે છે જેના કારણે તે ચર્ચામાં આવી જાય. ત્યારે આ ક્રમમાં હવે એક જલેબીવાળા કાકા આવ્યા છે.

તમે બજારની અંદર મળતી અલગ અલગ પ્રકારની જલેબી જોઈ હશે. પરંતુ હાલ જે વીડિયો વાયરલ થઇ રહ્યો છે જે તેને જોઈને તો તમે પણ માથું પકડી લેશો. કારણ કે આ જલેબી એટલી મોટી છે કે આવી જલેબી તમે કદાચ તમારા જીવનમાં પણ પહેલા ક્યારેય નહિ જોઈ હોય અને તેના કારણે જ આ વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક દુકાનમાં એક કાકા કપડાની પોટલીમાં ભીનો લોટ નાખતા હતા. તે પોટલી વડે ગરમ અને ગોળ કડાઈમાં મોટી જલેબી બનાવતા જોવા મળી રહ્યા છે. ધીમે ધીમે તે અલગ સ્ટાઈલમાં એક મોટી જલેબી બનાવી રહ્યા છે. માણસ કઢાઈની ધાર સુધી પહોંચે અને ત્યાં સુધી જલેબીનું કદ વધારતો રહે છે. પછી તેણે રેસીપી પૂરી કરવા માટે ખાંડની ચાસણી ઉમેરી.

વાયરલ વીડિયોના કેપ્શનમાં લખ્યું છે કે લખનૌના મુનશી પુલિયા ચૌરાહામાં એક્સ્ટ્રા લાર્જ જલેબી તૈયાર કરવામાં આવે છે. મીઠાઈના શોખીનો માટે 360 રૂપિયાની જલેબી સવારે 8 થી 11 વચ્ચે ઉપલબ્ધ છે. વીડિયો જોયા બાદ એક યુઝરે મજાક કરતા લખ્યું કે, “આટલી મોટી જલેબી માત્ર ડાયનાસોર જ ખાઈ શકશે.”

Niraj Patel