UKના ડોકટરે પોતાના ઘરડા દાદીને કરાવી પેરિસની સફર, વીડિયોએ જીત્યા લાખો લોકોના દિલ, જોઈને તમે પણ કહેશો…”વાહ આજ છે ખરો જેન્ટલમેન..” જુઓ

દાદીનું સપનું સાકાર કરવા માટે ડેન્ટિસ્ટ પૌત્ર લઇ ગયો પેરિસની સફરે, દાદી માટે હાઈ હિલ્સ પણ પસંદ કર્યા, વીડિયોએ જીત્યા સૌના દિલ, જુઓ

Grandma’s trip to Paris : સોશિયલ મીડિયામાં કેટલાક એવા એવા વીડિયો વાયરલ થતા હોય છે જેને જોઈને આપણું દિલ પણ ગાર્ડન ગાર્ડન થઇ જાય. તો કેટલીક ક્ષણો ભાવુક કરી દેનારી હોય છે, ખાસ કરીને કોઈ સંતાન તેમના માતા-પિતા કે દાદા-દાદી માટે કઈ ખાસ કરતા હોય છે, ત્યારે એ ઘટનાનો વીડિયો લોકોના દિલ જીતી લેતો હોય છે.

હાલ એક એવો જ વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં એક યુકે સ્થિત ડેન્ટિસ્ટે તેની દાદીનું સ્વપ્ન સાકાર કરવા માટે તેમને પેરિસ લઈ જવા માટે સમય કાઢ્યો. તે તેની દાદીને તે બધું આપવા માંગે છે જે તેમને લાયક છે. દાદી અને પૌત્રના વેકેશનનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલા વીડિયોમાં જોઈ શકાય છે કે એક વૃદ્ધ મહિલા હોટલની બારીની બહાર જોઈ રહી છે, પેરિસની શેરીઓમાં ફરતી અને ખરીદી કરી રહી છે. તેની સાથે તે ફ્રેન્ચ વાનગીઓ પણ ટ્રાય કરી રહી છે, તેનો પૌત્ર પણ તેની સાથે જોવા મળી રહ્યો છે. આ દાદી-પૌત્રની જોડી પેરિસના રસ્તાઓ પર ફરતી અને ફોટોગ્રાફ્સ માટે પોઝ આપતી જોવા મળે છે. શોપિંગ દરમિયાન પૌત્ર પણ ફની રીતે દાદી માટે હાઈ હીલ્સ પસંદ કરતો જોવા મળે છે.

 

View this post on Instagram

 

A post shared by Dr Usama Ahmed (@drusamayt)

ડેન્ટિસ્ટ ડો.ઉસામા અહેમદના એકાઉન્ટ દ્વારા પોસ્ટ કરવામાં આવેલ આ વીડિયોને ઘણો પસંદ કરવામાં આવી રહ્યો છે. લોકો ડેન્ટિસ્ટના ખૂબ વખાણ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું છે કે, ‘તમે શાબ્દિક રીતે જેન્ટલમેનની સાચી વ્યાખ્યા છો, યુવાનો સોલો ટ્રિપ્સ પસંદ કરે છે પરંતુ તમે તો’ અન્ય એક યુઝરે લખ્યું, ‘આ સફળતાની વ્યાખ્યા છે, ન તો કરિયર કે ન નોકરી, કોઈ આને હાંસલ કરી શકતું નથી.’ આ વીડિયોને અત્યાર સુધીમાં 3 લાખ 59 હજારથી વધુ લોકોએ લાઈક કર્યો છે.

Niraj Patel