ખબર

બોમ્બે હાઇકોર્ટે કંગનાની ઓફિસમાં તોડફોડ કરનાર BMCને એક થપ્પડ મારી, જાણો વિગત

બૉલીવુડ એક્ટ્રેસ કંગના હિમાચલ પ્રદેશથી મુંબઈ પહોંચે તે પહેલા જ બીએમસી દ્વારા  મોટી કાર્યવાહી કરવામાં આવી હતી. બીએમસીએ કંગનાની 48 કરોડની ઓફિસમાં તોડફોડ કરી છે. તો આ વચ્ચે કંગના માટે રાહતના સમાચાર આવ્યા છે.

Image source

આજે સવારે બીએમસી દ્વારા કંગનાની ઓફિસનું જેસીબી દ્વારા ડિમોલિશન કરવામાં આવ્યું હતું. આ બાદ કંગનાની ઓફિસમાં તોડફોડ કરીને કર્મચારી ચાલ્યા ગયા હતા. કંગનાએ આ સમગ્ર કાર્યવાહીને બોમ્બે હાઇકોર્ટમાં પડકારી હતી. જેને લઈને બોમ્બે હાઇકોર્ટ દ્વારા બીએમસીની કાર્યવાહી પર સ્ટે લગાવી દીધો છે.

Image source

કંગનાની 48 કરોડની ઓફિસ પર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું. બોમ્બે હાઇકોર્ટ દ્વારા આ તોડફોડ પર રોક લગાવવાનો આદેશ આપ્યો છે. આ મામલે ગુરુવારે સુનાવણી હાથ ધરવામાં આવશે.

Image source

નોંધનીય છે કે, શીવસેન દ્વારા ધમકી આપવા છતાં કંગના આજે બોમ્બે આવી પહોંચશે. મોહાલીથી કડક સુરક્ષા વચ્ચે મુંબઈ આવવા નીકળી ગઈ છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા કંગનાએ વાય સિક્યોરિટી કવર આપવામાં આવ્યું છે. એરપોર્ટ પર મોટી સંખ્યામાં સીઆઈએસએફના જવાનો તૈનાત કરવામાં આવ્યા છે.

Image source

કંગનાએ મુંબઇ પહોંચતા પહેલા ટ્વિટ કરીને કહ્યું કે, મારા પહોંચતા પહેલા જ મહારાષ્ટ્ર સરકાર અને તેમના ગુંડાઓએ મારી ઓફિસ પહોંચી તેને પાડવાની તૈયારી કરી છે.

Image source

નોંધનીય છે કે, કંગના ભારે સુરક્ષા સાથે મુંબઈ એરપોર્ટ પર પહોંચી છે. એરપોર્ટની અંદર એન્ડ બાહર વિરોધીઓના ટોળે-ટોળા ઉમટી પડ્યા છે. એરપોર્ટની બહાર શિવસેના વિરોધ કરી રહી  છે તો કરણી સેના સમર્થન કરી રહી છે.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.