દૂધ વેચનારા આ ભાઈનો દેશી જુગાડ જોઈને લોકો પણ હક્કાબક્કા રહી ગયા, F1 રેસિંગ જેવી જ કાર લઈને દૂધ વેચવા નીકળ્યો, જુઓ વીડિયો

આપણા દેશની અંદર દરેક સમસ્યા માટે કોઈને કોઈ જુગાડ જરૂર મળી જતો હોય છે. સોશિયલ મીડિયાની અંદર આવા જુગાડના વીડિયો પણ ખુબ જ વાયરલ થતા હોય છે, ઘણા વીડિયોમાં કેટલાક દેશી જુગાડ જોઈને આપણે પણ હેરાન રહી જઈએ છીએ. ત્યારે આજના યુવાનો પણ એવા જુગાડ કરે છે જેને સલામ કરવાનું મન થાય.

યુવાનોના ઘણા સપના હોય છે, પરંતુ ઘણીવાર તેમના આ સપના પુરા નથી થઇ શકતા ત્યારે તે લોકો જુગાડનો સહારો લેતા હોય છે. આવા જે એક જુગાડનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે એક વ્યક્તિ કારમાં જુગાડ દ્વારા દૂધ વેચવા જઈ રહ્યો છે. આ વાહનને જોયા પછી લાગશે કે આ એક F1 રેસિંગ કાર છે.

આ વીડિયો સોશિયલ મીડિયાના અલગ અલગ પ્લેટફોર્મ ઉપર શેર કરવામાં આવ્યો હતો. સાથે જ મજેદાર શૈલીમાં કેપ્શન પણ વાયરલ થયું છે જેમાં લખ્યું છે કે”જ્યારે તમે F1 (ફોર્મ્યુલા 1 રેસ) ડ્રાઈવર બનવા માંગો છો… પરંતુ પરિવાર તમને ડેરી વ્યવસાયમાં જોડાવવા માટે દબાણ કરે છે.” જો કે, આ વીડિયો ક્યારે અને ક્યાં શૂટ કરવામાં આવ્યો છે તેની હજુ સુધી પુષ્ટિ થઈ નથી.

આ વાયરલ ક્લિપમાં, કથિત રીતે એક દૂધવાળો ‘ફોર્મ્યુલા 1 રેસ’ પ્રકારના દેશ-નિર્મિત વાહનમાં દૂધના કેન લઈને જતો જોઈ શકાય છે. તમે આ કારને દેશી ‘ગો-કાર્ટ’ પણ કહી શકો છો. આ વ્યક્તિએ ત્રણ પૈડાં અને લોખંડની રચના સાથે આ અનોખી નવીનતા તૈયાર કરી છે. તે કારના સ્ટીયરીંગ અને સીટમાં પણ બંધ બેસે છે, આ કારને કાળું જેકેટ અને હેલ્મેટ પહેરેલ માણસ ચલાવી રહ્યો છે. કારમાં રહેલા દૂધના કેન પરથી લાગે છે કે તે દૂધવાળો છે.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

આ જબરદસ્ત જુગાડે ઇન્ટરનેટ પર ધૂમ મચાવી દીધી છે. આ વીડિયોને લાખો વ્યૂઝ અને લગભગ હજારો લાઈક્સ મળી ચૂક્યા છે. ઉપરાંત, સેંકડો વપરાશકર્તાઓએ દૂધવાલે ભૈયાના જુગાડની પ્રશંસા કરી છે. એક વ્યક્તિએ લખ્યું, “આ ખૂબ જ શાનદાર છે, જ્યારે બીજા યુઝરે લખ્યું કે શું સરસ અનુભૂતિ છે… અદ્ભુત શોધ!” આ સિવાય કેટલાક યુઝર્સે એવું પણ લખ્યું કે તેઓ પ્રભાવિત થયા છે કે વ્યક્તિએ હેલ્મેટ પહેર્યું છે.

Niraj Patel