વધુ એક થપ્પડ ગર્લનો વીડિયો થયો વાયરલ, રસ્તા વચ્ચે કેબ ડ્રાઈવરને મારતી જોવા મળી ધડાધડ તમાચા, જુઓ વીડિયો

થોડા સમય પહેલા જ પ્રિયદર્શની નામની એક યુવતીનો કેબ ડ્રાઈવરને થપ્પડ મારવાનો વીડિયો ખુબ જ ચર્ચામાં રહ્યો હતો, આ ઘટના બાદ બીજી પણ કેટલીક ઘટનાઓ સામે આવી હતી, જેના વીડિયો પણ ખુબ જ વાયરલ થયા હતા, પરંતુ હાલ લખનઉની થપ્પડ ગર્લની જેમ જ એક બીજી યુવતીનો કેબ ડ્રાઈવરને કૂદી કૂદીને થપ્પડ મારવાનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે.

વાયરલ થઇ રહેલો આ વીડિયો રાજધાની દિલ્હીનો છે. જેમાં રસ્તા વચ્ચે એક યુવતી કેબ ડ્રાઈવરને તમાચા મારતી જોવા મળી રહી છે. આ વીડિયોની અંદર આરોપી મહિલા કેબ ડ્રાઈવરનો કોલર પકડી તેને ધડાધડ એક પછી એક તમાચા અને ઘુસા મારે છે. આ મામલામાં પોલીસનું કહેવું છે કે ડ્રાઈવર દ્વારા ફરિયાદ મળ્યા બાદ મહિલા વિરુદ્ધ કેસ દાખલ કરી લેવામાં આવ્યો છે.

આ વીડિયો વેસ્ટ પટેલ નગર પોલીસ સ્ટેશન વિસ્તારનો છે. પોલીસ હવે વીડિયોની અંદર જોવા મળી રહેલી મહિલાની સ્કૂટીના નંબર દ્વારા તેની તપાસ કરવામાં લાગી ગઈ છે. 2 મિનિટનો આ વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. વીડિયોની અંદર મહિલા બ્લુ રંગની ટી શર્ટ અને માસ્ક લગાવેલી જોવા મળે છે અને તે કેબ ડ્રાઈવરને લાફા મારી રહી છે.

વીડિયોની અંદર એક અન્ય મહિલા પણ ચુપચાપ ઉભેલી જોઈ શકાય છે. ત્યાં ઉભા રહેલા લોકોની વાતોથી જાણી શકાય છે કે તે મારવા વાળી મહિલાની જ ભૂલ કાઢી રહ્યા છે. જયારે ત્યાં હાજર બીજા લોકો આ ઘટનાનો વીડિયો બનાવવામાં લાગી ગયા છે.

આ ઘટના વેસ્ટ પટેલ નાગર કસ્તુરી લાલ આનંદ માર્ગ ઉપર બ્લોક 22ની જણાવામાં આવી રહી છે. મહિલા એક અન્ય યુવતી સાથે સ્કૂટી ઉપર જઈ રહી હતી. રસ્તા ઉપર ભીડ હોવાના કારણે કેબ ચાલકની કેબ પણ ત્યાં જ ફસાયેલી હતી. જયારે મહિલાને કેબ ડ્રાઈવરે જગ્યા ના આપી તો મહિલાએ તેની સ્કૂટીને રસ્તા વચ્ચે જ ઉભી કરી દીધી. જેના બાદ ગાળો બોલી અને કેબ ડ્રાઈવરને કેબમાંથી બહાર કાઢી લીધો.

આ દરમિયાન જયારે લોકોએ આ વાતનો વિરોધ કર્યો ત્યારે તે મહિલા આસપાસ રહેલા લોકો સાથે પણ અભદ્રતા કરવા લાગી અને તેમને પણ ગાળો આપીને મારવાની ધમકી આપવા લાગી. વીડિયોની અંદર તે કેબ ડ્રાઈવરનું શર્ટ પકડી અને તેને તાબડતોબ મારતી જોવા મળી રહી છે. જયારે કેબ ડ્રાઈવર તેની સાથે કોઈ અભદ્રતા કરતો નથી જોવા મળી રહ્યો.


મીડિયા રિપોર્ટ અનુસાર મળતી માહિતી પ્રમાણે આ ઘટના ગત અઠવાડિયાની છે. વીડિયોની ખબર પડતા જ તે કેબ ડ્રાઈવરની શોધ કરવામાં આવી તે ફરીદાબાદમાંથી મળ્યો. જો કે તેને પોલીસને કોઈ ફરિયાદ આપી નથી.

Niraj Patel