સાહિલ ખાનને નથી સાક્ષીની હત્યાનો પસ્તાવો…15 દિવસ પહેલા ખરીદ્યુ હતુ ધારદાર ચાકુ, સાક્ષીના હાથ પરનું ટેટૂ બન્યુ હત્યાનું કારણ ? જાણો

જાણીને લોહી ઉકળી જશે, નરાધમે કહ્યું, મને કોઈ પસ્તાવો નથી…: 16 વર્ષની સાક્ષીના હત્યારાએ જુઓ શું શું કહ્યું

Sakshi Murder Case : આપણે હજારો લાખો ફિલ્મો બનાવી લઇએ, અલગ અલગ રીતે સમજાવી લઇએ પરંતુ સમાજમાં મૂળની જેમ જામી ગયેલી સ્ત્રીઓ પ્રત્યેની વિચારસરણીનો અંત લાવવો બહુ મુશ્કેલ છે. ભલે એવું કહેવાય કે છોકરી ના કહે તો એનો મતલબ ના. પરંતુ પુરુષપ્રધાન સમાજ માટે આ સમજવું લગભગ અશક્ય છે. તે ઇનકારને અહંકાર પર લઇ લે છે અને પરિણામ શું આવે છે તે દિલ્હીની શેરીમાં જોવા મળ્યું.

જ્યારે 20 વર્ષીય યુવકે ખુલ્લેઆમ 16 વર્ષની યુવતી પર ઉપરા છાપરી છરીના ઘા મારીને હત્યા કરી દીધી અને આટલાથી પણ તેનું મન ના ભરાયું તો તેણે છોકરીના માથા પર પથ્થર પટક્યો. ડઝનબંધ લોકો આ ઘટનાના સાક્ષી બન્યા હતા. જો કે, હવે છોકરાએ ગુસ્સામાં તેના ગુનો કબૂલી લીધો છે. AC રિપેર કરવાનું કામ કરતા આરોપી સાહિલની ઉત્તર પ્રદેશના બુલંદશહેરથી ધરપકડ કરવામાં આવી. પોલીસનું કહેવું છે કે પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે તેને છોકરીની હત્યા કરવાનો તેને કોઈ પસ્તાવો નથી.

સાહિલે કથિત રીતે કહ્યું કે યુવતી તેની સાથે સંબંધ તોડવા માંગતી હતી. બંને વચ્ચે છેલ્લા 3 વર્ષથી સંબંધ હતો પરંતુ યુવતીએ આ સંબંધનો અંત લાવવાનો પ્રયાસ કર્યો હતો. રવિવારે સાંજે યુવતી તેના ઘરે જન્મદિવસની પાર્ટી માટે જઈ રહી હતી, ત્યારે સાહિલે તેના પર છરી વડે હુમલો કર્યો હતો. આ દરમિયાનના ફૂટેજ પણ સામે આવ્યા, જેમાં જોવા મળ્યુ કે સાહિલે તેના પર ઉપરા છાપરી છરી વડે હુમલો કર્યો અને તેને લાતો પણ મારી.

આટલું થયા બાદ પણ તે અટક્યો નહીં અને તેણે પથ્થરનો ટુકડો ઉપાડ્યો અને તેના પર પટક્યો. ફૂટેજમાં જોવા મળ્યું હતું કે જ્યારે તે સાક્ષીને મારતો હતો ત્યારે કોઈએ તેને રોકવાનો પ્રયાસ કર્યો ન હતો. સાહિલે કથિત રીતે છરી ફેંકી દીધી અને બુલંદશહર જવા માટે બસ પકડી. જ્યાં તે તેના સંબંધીના ઘરે છુપાયેલો હતો. પોલીસ સૂત્રોનું કહેવું છે કે તે યુવતીના નરજઅંદાજ કરવા બદલ તેના પર ગુસ્સે હતો.

કહેવામાં આવી રહ્યું છે કે હત્યાના એક દિવસ પહેલા બંને વચ્ચે ઝઘડો થયો હતો અને યુવતીએ પોલીસમાં જવાની ધમકી આપી હતી. સાહિલને શંકા હતી કે યુવતીનું તેના પૂર્વ બોયફ્રેન્ડ સાથે અફેર છે. એવું પણ કહેવાય છે કે સાક્ષીના હાથ પર બીજા છોકરાના નામનું ટેટૂ જોઈને સાહિલ પોતાનો ગુસ્સો ગુમાવી બેઠો હતો. સાક્ષીની હત્યા બાદ સાહિલ ખાન શહેર છોડીને તેના વતન બુલંદશહેર પહોંચ્યો.

તેણે તેના સંબંધીના ફોનનો ઉપયોગ કરીને પિતાને ફોન કર્યો પરંતુ યોગાનુયોગ તે સમયે પોલીસ પણ હતી. ત્યારબાદ પોલીસ બુલંદશહર પહોંચી અને સેલફોનનું લોકેશન ટ્રેસ કર્યા બાદ સોમવારે બપોરે તેની ધરપકડ કરાઇ. પોલીસે જણાવ્યું હતું કે તેમને આ ઘટના વિશે કોઈ PCR કૉલ મળ્યો ન હતો, પરંતુ એક સ્થાનિકે લગભગ 9.15 વાગ્યે ફોન પર બીટ કોન્સ્ટેબલને જાણ કરી હતી, જેના પગલે પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા.

Shah Jina