પોલિસકર્મીઓએ બનાવ્યો મનોરંજક વીડિયો અને કર્યો સોશિયલ મીડિયા પર પોસ્ટ, પછી થયુ એવુ કે… જુઓ વીડિયો

સોશિયલ મીડિયા પર વાયરલ થનાાર વીડિયો કયારેક કયારેક પોતાના માટે જ પરેશાની વધારી શકે છે અને આવુ જ કંઇક દિલ્લી પોલિસ કોન્સ્ટેબલ સાથે થયુ છે, જયારે તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સાથી સાથે વીડિયો પોસ્ટ કરી દીધો.

સોશિયલ મીડિયામાં દિલ્લી પોલિસના બે કર્મચારીઓનો વીડિયો વાયરલ થયા બાદ તેમને કારણ બતાઓ નોટિસ મોકલવામાં આવી છે. વાયરલ વીડિયોમાં એક મહિલા પોલિસકર્મી પણ જોવા મળી રહી છે અને બંને મોડલ ટાઉન પોલિસ સ્ટેશનમાં તૈનાત છે. દિલ્લી પોલિસ અનુસાર, બંને પોલિસકર્મીઓને ડ્યૂટી દરમિયાન વીડિયો બનાવવા નોટિસ મોકલવામાં આવી છે.

7 જૂનના રોજ ડીસીપી ઉષા રંગનાની દ્વારા મોકલવામાં આવેલ નોટિસમાં કહેવામાં આવ્યુ કે, આ સંજ્ઞાનમાં આવ્યુ છે કે મોડલ ટાઉન પોલિસ સ્ટેશનમાં તૈનાત મહિલા કોન્સ્ટેબલ શશિ અને વિવેક માથુરે લોકડાઉનમાં ડ્યુટી દરમિયાન કેટલાક મનોરંજક વીડિયો બનાવ્યા અને સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યા, જે ઘણા વાયરલ થઇ રહ્યા છે.

તમને જણાવી દઇએ કે, વીડિયોમાં તે ‘ટુકુર-ટુકુર’ ગીત પર એકટિંગ કરતા દેખાઇ રહ્યા છે. આ વીડિયો મામલે એક મહિલા હેડ કોન્સ્ટેબલ અને એક કોન્સ્ટેબલને કારણ બતાઓ નોટિસ જારી કરવામાં આવી છે. અધિકારીઓએ મંગળવારે કહ્યુ કે, બંને પોલિસકર્મીઓએ વીડિયો બનાવવા દરમિયાન કોરોનાના દિશા નિર્દેશોનું પાલન કર્યુ નથી.

Shah Jina